Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અમદાવાદ જીલ્લાની સાણંદ નગરપાલિકાની ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

Share

(વંદના વાસુકિયા)

– સાણંદ નગરપાલિકાની ચુંટણીમાં 28 માથી 24 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો

Advertisement

ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમા 17 ફેબ્રુઆરી 2018ના રોજ મતદાન બાદ આજે સોમવારે ચુટણી પરીણામ જાહેર કરવામાં આવ્યું હતું.  અમદાવાદ જિલ્લાની સાણંદ નગરપાલિકામા ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ બહુમતી સાથે ભગવો લહેરાયો છે.  સાણંદ નગરપાલિકાની 28 માથી 24 બેઠક પર ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે. સાણંદના વિજેતા ઉમેદવારોનુ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાણંદ નગરપાલિકામા ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ  વાઘાણી, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, કુશળસિંહ પઢેરીયા, જીતેન્દ્રસિંહ વાઘેલા, ઘનશ્યામભાઇ પટેલ, ડૉ.શ્રધ્ધા રાજપૂત સહિત સંગઠનના હોદ્દેદારો, કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મંત્રી ડૉ.શ્રધ્ધા રાજપુતે જણાવ્યું હતું કે, આજે દેશના ઓટોમોબાઈલ હબ તરીકે જાણીતું બન્યું છે સાણંદ. ગુજરાત અને દેશના નકશામાં સાણંદે પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે ત્યારે રાજ્યની ભાજપ સરકારના માર્ગદર્શન હેઠળ હવે સાણંદની કાયા પલટ થશે. સાણંદ નગરપાલિકાની ચુંટણીમાં 28 માથી 24 બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય થયો  છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સાણંદ નગરપાલિકાના વિકાસનો લેવાયો સંકલ્પ લેવામાં આવ્યો છે. સાણંદના ગઢિયા તળાવનું નવીનીકરણ કરાશે

જેમાં  વોક-વે,  ફુવારા, બોટિંગ, સીનીયર સીટીઝન માટે બેસવાની સુંદર વ્યવસ્થા, બહાર ખાણી-પીણીની વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સાણંદના યુવા રમતવીરો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ  બનાબનાવવામાં આવશે. જેમાં  કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેનીસ, જીમ, સ્વીમીંગ પુલ સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે યુવાનોના અભ્યાસ અને ઘડતર માટે બનાવવામાં રીડીંગ લાયબ્રેરી બનાવવામાં આવશે. આ ઉપરાંત સોસાયટી વિસ્તારોમાં પેવરબ્લોક વાળા રસ્તાઓનું નિર્માણ,
૧૦૦ ટકા ગટરના કાર્યો પુરા કરવા,

એલ.ઈ.ડી સ્ટ્રીટ લાઈટ,  સીસીટીવીની વ્યવસ્થા, સરકારી હોસ્પિટલનું આધુનિકીકરણ કરી વધુ સુવિધાથી સજ્જ બનાવવી, વિવિધ વિસ્તારોમાં નવા બાગ-બગીચા બનાવવા, ટ્રાફિકની સમસ્યા નિવારવા સાણંદ બાયપાસ રોડની કામગીરી ઝડપી કરવી અને નગર પાલિકાના નવા ભવનનું નિર્માણ કરવામાં આવશે.


Share

Related posts

વડોદરા : યુનાઇટેડ નેશનનાં ઇકોસોક પાર્ટનરશિપ ફોરમમાં ડોક્ટર સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયત માં ફરી એક વાર કોંગ્રેસ-જેડીયું ના પ્રમુખ ઉપ પ્રમુખ ચૂંટાયા.સમર્થકોમાં ખુશી નો માહોલ છવાયો…..

ProudOfGujarat

અમદાવાદ ઓગણજના ખોડીયાર ફાર્મમા ધમધમતા 365 સોલ્યુશન હુક્કાબારમાં સોલા પોલીસે કરી રેઈડ..

ProudOfGujarat
error: Content is protected !!