Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્ટેચ્યૂ ઓફ યુનિટીના કાર્યક્રમ માટે ST બસો ભાડે ન આપવા રજૂઆત,સરકાર પાસેથી STને 22 કરોડ લેવાના છે

Share

 

અમદાવાદ: 31 મીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં એસટી બસોની ફાળવણી કરવામાં આવે તો અનેક મુસાફરો રઝળી પડ તેમ છે. એસટીએે સરકાર પાસે હજુ 22 કરોડ લેણાં નીકળે છે ત્યારે હજારો બસો આવા કાર્યક્રમ માટે ન ફાળવવા રજૂઆત થઈ છે. સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવ દ્વારા મુખ્યમંત્રી સહિત અન્યો સમક્ષ કરેલી રજૂઆતમાં એવું જણાવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા અવારનવાર સરકારી કાર્યક્રમ માટે એસટી બસોને ભાડે લેવામાં આવે છે. હજારો બસો ભાડે લેવામાં આવતી હોવાથી અનેક રૂટો બંધ કરવામાં આવે છે અથવા તો ફ્રીક્વન્સી ઘટાડવામાં આવે છે. આખરે તો મુસાફરોને જ મુશ્કેલી પડે છે. રૂટ બંધ કરાતા સામાન્ય નાગરિકોને ખાનગી વાહનોમાં ઊંચું ભાડું ચૂકવવું પડે છે. ખાનગી વાહનોમાં જોખમી મુસાફરી કરવી પડે છે. આમ તેમના અધિકાર પર તરાપ વાગે છે. જાહેર ટ્રાન્સપોર્ટની સુવિધા સામાન્ય નાગરિકો માટે હોય છે. સરકારી કાર્યક્રમો માટે નહીં.સૌજન્ય D.B

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 15 માં પહોંચી

ProudOfGujarat

ભરૂચ – 26 વર્ષના યુવાને અગમ્ય કારણોસર આત્મહત્યા કરી

ProudOfGujarat

ભરૂચનાં રચના નગરમાંથી શહેર સી ડિવિઝન પોલીસે 26,000 નાં મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!