Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

રાજ્યમાં 5 વર્ષમાં 4,363 મહિલા પર દુષ્કર્મ, અમદાવાદ ટોચ પર..

Share

 

સૌજન્ય/ગાંધીનગરઃ ગુજરાત મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય હોવાનું સરકાર વારંવાર કહે છે ત્યારે સરકારે જાહેર કરેલા આંકડા મુજબ ગુજરાતમાં 5 વર્ષમાં મહિલાઓ પર બળાત્કારના 4,363 કિસ્સા નોંધાયા છે. જેમાં 50 ટકાથી વધુ સગીરા પરના બળાત્કારના છે. 1,407 મહિલાની હત્યા થઇ છે. આ સમય ગાળામાં સગીરાના અપહરણના 10,404 બનાવ પૈકી 6,714 કેસમાં પોસ્કો દાખલ કરાઇ છે.
મહિલા પર અત્યાચાર અંગેના પ્રશ્નમાં સરકારનો જવાબ

Advertisement

આ આંકડો ખુદ રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યો છે. કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોએ મહિલા પર અત્યાચાર અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આંકડાકીય માહિતી રજૂ કરી હતી. સરકાર કહે છે કે બળાત્કારના 6,333 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બીજીતરફ દર વર્ષે બળાત્કાર, ખૂન અને અપહરણના બનાવમાં વધારો થતો જાય છે. મેટ્રો સિટી અમદાવાદ મહિલાઓ પરના અત્યાચારના બનાવોમાં સમગ્ર રાજ્યમાં મોખરે છે. અમદાવાદમાં આ 5 વર્ષ દરમિયાન બળાત્કારના 621, મહિલાઓની હત્યાના 121 અને સગીરાના અપહરણના 1361 કેસો નોંધાયા હતા. સુરતમાં 557 બળાત્કાર, 66 હત્યા અને 987 અપહરણના કેસો નોંધાયા હતા.

રાજ્યમાં હીટ એન્ડ રનથી 6541ના મોત
હીટ એન્ડ રનના કેસોમાં ચોંકાવનારો વધારો છે. છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં હીટ એન્ડ રનના 8,572 કેસ નોંધાયા, જેમાં 6,541ના મોત નિપજ્યા હતા. અમદાવાદમાં 560, ગ્રામ્યમાં 332 કેસ નોંધાયા હતા.


Share

Related posts

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ની તૈયારીના ભાગરૂપે માંગરોળ વિધાનસભા સંગઠનની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ચાઇનીઝ બનાવટના તુક્કલ તથા દોરીના ઉત્પાદન/વેચાણ/ઉપયોગ કરવા પર પ્રતિબંધ.

ProudOfGujarat

ગોધરા : તક્ષશિલા પાઠશાળાની વિદ્યાર્થિની વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવતા સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!