દિનેશભાઇ અડવાણી
આમોદ તાલુકાના સરભણ ગામ ખાતે ગામના સરપંચ તુષાર પટેલની આગેવાનીમાં 76 માં શાળા સ્થાપના દિનની ઉજવણી પ્રાર્થના દ્વારા શરૂ કરવામાં આવી ત્યારબાદ મહેમાનોનો પરિચય, સ્વાગત પ્રવચન, દીપપ્રગત્ય,પુષ્પગુચ્છ થી સ્વાગત વિધિ કરવામાં આવી,સંસ્થાકિય માહિતી અને ઈનામ તેમજ પ્રમાણપત્ર વિતરણ કરાયું નિવૃત્ત શિક્ષક મુકુંન્ડરાય પટેલનું સન્માન કરવામાં આવ્યું વિવિધ શાળા મહાશાળા,આઈ.ટી.આઈ સ્ટાફનું સન્માન કરવામાં આવ્યું.
Advertisement




સરપંચ તુષાર ભાઈ પટેલ બ્રહ્માકુમારીય પ્રિતી બેન આચાર્ય રીતેશભાઈ પ્રમુખ મનુભાઈ પટેલ અને પુર્વ મંત્રી ચંદ્રવદનભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું ત્યારબાદ વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં લીમડો ,ગુલમહોર વગેરે જેવા વૃક્ષો રોપવામાં આવ્યા.
