Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 થપ્પડો મારતાં વાલીમાં રોષ

Share

સુરતમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતી માસૂમ બાળકીને શિક્ષિકાએ પીઠ પર 35 અને ગાલ પર 2 તમાચા માર્યા હોવાની ઘટના સામે આવી છે. જેથી વિદ્યાર્થિનીના પરિવાર સહિત અન્ય વિદ્યાર્થીઓના પરિવારમાં પણ રોષ ફેલાયો છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં કારગીલ ચોકની સાધના નિકેતન સ્કૂલમાં જુનિયર કેજીમાં ભણતી બાળકીને શિક્ષિકાએ 35 વખત થપ્પડ માર્યાનો વાલીએ આક્ષેપ કર્યો છે. બાળકીના માતા પિતાએ ફરિયાદ કરતાં જણાવ્યુ છે કે, બાળકી જ્યારે શાળાએથી ઘરે આવી ત્યારે યુનિફોર્મ બદલાવતી વખતે તેના શરીર પર ઇજાના નિશાન દેખાયા હતા. ત્યાર બાદ માતાપિતાએ તેને પૂછતા બાળકીએ કહ્યુ હતુ કે, ટીચરે માર્યુ છે. આ શરમજનક ઘટના શાળાના સીસીટીવીમાં પણ કેદ થઇ ગઇ છે. જેમાં શિક્ષિકા વિદ્યાર્થિનીને મારતી હોય તેવું દેખાઇ રહ્યુ છે. આ ઘટનાના સીસીટીવી વાયરલ થઈ જતાં શહેરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

Advertisement

Share

Related posts

રાજપીપલામાં કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે મંજૂર થયેલી RTPCR લેબમાં સેમ્પલ પરિક્ષણની કામગીરીનો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ફૂટવેરના વેપારીઓએ વધેલા જી.એસ.ટી. ના પગલે દુકાનો બંધ રાખી.

ProudOfGujarat

અમદાવાદ: સોલા પોલીસે ગોતા હાઉસિંગ માથી 1 કિલો 900 ગ્રામ ગાંજા સાથે ૩ આરોપીની ધરપકડ કરી….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!