પ્રતિક પાયઘોડે અંકલેશ્વર

મહિલાએ વર્ષ ૨૦૧૭ માં અપહરણ કરેલ બાળકનું કંકાલ મળી આવ્યું

અપફ્યુત બાળક મોતને ભેટતા મૃતદેહ મહિલાએ ઘરની પાછળ દાટી દીધો હતો.

અંકલેશ્વર માં ૬ વર્ષના બાળકના અપહરણ ગુનામાં ઝડપાયેલી મહિલાની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. અંકલેશ્વર માં ગત તારીખ ૧૬ મી માર્ચના રોજ ૬ વર્ષના બાળક મોહિત પાસવાન નાં અપહરણ નાં ગુનામાં પોલીસે સઈદા મુન્શી નામની મહિલાની ધરપકડ કરી હતી. પોલીસે મહિલાની આકરી પુછતાછ કરતા એમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુનાહિત માનસ ધરાવતી મહિલાએ વર્ષ ૨૦૧૭ માં વધુ એક વીકી દેવી પૂજક નામના બાળકનું પણ અપહરણ કર્યું હતું. રહસ્યમય સંજોગોમાં બાળકનું મોત નીપજતા મહિલાએ વીકી નાં મૃત દેહને તેના ઘરની પાછળ દાટી દીધો હતો. આ અંગે ની જાણ પોલીસને થતા પોલીસ કાફલો મામલતદારાની ટીમ સાથે પહોંચ્યો હતો. અને આરોપી મહિલાએ બતાવેલ જગ્યાએ ખોદકામ શરુ કરાયું હતું જેમાં પોલીસને વીકી ની કંકાલ મળી આવ્યું હતું. પોલીસે કંકાલ કબજે લઇ તપાસ શરુ કરી છે. જે તે સમયે મહિલાએ બાળકની હત્યા કરી હતી કે અન્ય કોઈ સંજોગોમાં તેનું મોત નીપજ્યું હતું આ રહસ્ય પરથી પડદો ઉચકવા પોલીસે કવાયત હાથ ધરી છે.

 

LEAVE A REPLY