Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં કામદારોએ કંપની મેનેજમેન્ટનાં તઘલખી નિર્ણય સામે હડતાલનું શસ્ત્ર ઉગામ્યુ હતુ

Share

જોકે કંપનીમાં જ કામદારોને રહેવાની ફરજ પાડતા ભૂખ તરસ થી એક કામદારની તબિયત પણ લથડી હતી.અને મામલો વધુ બિચક્યો હતો.
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની હ્યુબેક કલરમાં એક કામદારની રજા મુદ્દે મામલો બિચક્યો હતો,અને કામદારોએ કાળી પટ્ટી ધારણ કરીને તારીખ 28મી માર્ચે હડતાલ પર ઉતર્યા હતા,અને કંપની મેનેજમેન્ટનો હુરિયો બોલાવ્યો હતો.
હ્યુબેકમાં ફરજ બજાવતા અને યુનિયન લીડર જગદીશ મકવાણાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે એક કામદારની મેનેજમેન્ટે રજા મંજુર કરી નહોતી,અને કામદારો સાથે અધિકારીઓએ ઉધ્ધતાય ભર્યુ વર્તન કર્યુ હતુ,તેથી કામદારોએ કંપનીમાં કાળી પટ્ટી ધારણ કરીને હડતાલ પર ઉતર્યા હતા,જોકે કામદારોને કંપનીએ જમવા ઉપરાંત પાણી પણ ન આપતા એક કામદારની તબિયત લથડી હોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા  હતા. જેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.
 જોકે મામલો વધુ પેચીદો બનતા કામદારો સાથે મેનેજમેન્ટે આખરે સમાધાનની પ્રક્રિયા કરી હતી,અને કામદારોની માંગણીને સ્વીકારતા મામલો થાળે પડયો હતો.અને કામદારો અને કંપની મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી સમસ્યાનું સુખદ નિરાકરણ આવ્યુ હતુ.

Share

Related posts

ઉમલ્લાની શાળામાંથી ચોરાયેલ ૫ કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક સાધનોની ચોરીનો ભેદ ઉકેલાયો.

ProudOfGujarat

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

ProudOfGujarat

જન આક્રોશ બાદ જન પ્રતિનિધિઓ જાગ્યા – ભરૂચ ઝાડેશ્વર તવરા રોડનું સમારકામ શરૂ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!