Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર બ્રેકિંગ – ચૌટા બજાર વિસ્તારમાં કાચા મકાનનો સ્લેપ પડી જવાના બનાવમાં એક મહિલાનું મોત…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ચૌટા બજાર વિસ્તાર પાસે આવેલ જાની ફરસાણની સામે ત્રણ માળની બિલ્ડિંગનો સ્લેપ ખસી પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.જ્યારે બીજા ચારથી પાંચ જેટલા વ્યક્તિને ગંભીર ઇજા પહોંચવા પામી હતી.મળતી માહિતી અનુસાર આ મહિલા વાલીયા તાલુકાની હોય તેવું જાણવા મળ્યું હતું તથા અન્ય ગંભીર ઇજા પામેલા વ્યક્તિને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.જેમાં ઇજા થયેલ વ્યક્તિઓની સારવાર ચાલી રહી છે. હાલ મકાનનો સ્લેબ કયા કારણસર તુટ્યો હોય તેવું જાણવા મળેલ નથી પરંતુ મુખ્ય બજાર હોવાના કારણસર દુકાનદારોએ ગેરકાયદેસર રીતે દબાણ બહાર કરીને કબજો જમાવી બેઠા છે ત્યારે ઘટનાના સમયે એમ્બ્યુલન્સ કે પછી ફાયરબ્રિગેડ પણ અંદર પ્રવેશ કરી શકતી નથી. હવે તંત્ર આવા ગેરકાયદેસર દબાણ કરેલ દુકાનદારો પર સખ્ત કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

Advertisement


Share

Related posts

વડોદરા : ટ્રકમાં પશુદાનની આડમાં લઇ જવાતા દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે ની ધરપકડ

ProudOfGujarat

સુરત જિલ્લામાં બે દિવસ પડેલા કમોસમી માવઠાને લીધે ડાંગર શાકભાજીના પાકને મોટું નુકસાન .

ProudOfGujarat

ઝઘડીયા : પિયરથી ઘરે આવવા નીકળેલ રાજપારડીની પરિણીતા બે પુત્ર સાથે લાપતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!