Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ જી.આર.પી.લીમીટેડ કંપનીમાં સેફટીના અભાવે ઉચાઇ પરથી કામદાર પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર અંકલેશ્વરમાં રહેતા ૨૦ વર્ષીય ધર્મેન્દ્રસિંગ પાનોલી જી.આઈ.ડી.સી માં આવેલ જી.આર.પી.લીમીટેડ કંપનીના કોન્ટ્રાક્ટર રાકેશ યાદવના કોન્ટ્રાક્ટમાં છેલ્લા બે વર્ષથી કામદાર તરીકે કામ કરે છે. ગત તારીખ-૯મી મેના રોજ તે કંપનીમાં કામ કરી રહ્યો હતો તે દરમિયાન ૩૦ ફૂંટની ઉંચાઈ પરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીમાં કોઇપણ જાતના સેફ્ટીના અભાવે ઘટના બની હોવાનું ધ્યાન પર આવતા કામદાર સમાજના આગેવાને રજનીભાઈએ અંકલેશ્વર-પાનોલી જી.આઈ.ડી.સીની કેટલીક કંપનીઓ સેફ્ટીના અભાવે કામદારોને કામગીરી કરાવતી હોવાના આક્ષેપ કરી આવી બેજવાબદાર કંપનીઓ સામે પગલા લેવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement


Share

Related posts

જામનગર અને રાજકોટના બે જમાદારને 35 હજારની લાંચ લેતા ACB એ રંગેહાથ ઝડપ્યા

ProudOfGujarat

નર્મદા જિલ્લામા ગામડે ગામડે જઇ ઘેર-ઘેર સર્વે કરી સહાય અપાવા માટે જાતે ફોર્મ ભરી મદદરૂપ થતી નિર્ભયા સ્કવોર્ડ.

ProudOfGujarat

પાલેજ ની જાણીતી કાર્બન કંપની માં કામદારો ની હડતાળ નાં એંધાણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!