Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર બ્રેકિંગ- ૨૦ થી ૨૨ જેટલી ગાયો સાથે આઈસર ટેમ્પો સહિત એક તુફાન ફોરવિલ ગાડીની ગૌરક્ષકો દ્વારા અટકાયત કરવામાં આવી.

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર કામરેજના ગૌરક્ષકો દ્વારા અંકલેશ્વરની એપેક્ષ હોટલ પાસે એક શંકાસ્પદ ગાયો ભરેલો આઈસર ટેમ્પો તથા એક તુફાન ફોરવિલ ગાડી ને કામરેજના ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી.ત્યારબાદ કામરેજના ગૌરક્ષકો દ્વારા અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશને જાણ કરતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગાય ભરેલાં ટેમ્પા તથા એક તુફાન ગાડી ની અટકાયત કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ગાયો આણંદ થી મહારાષ્ટ્ર લઈ જવામાં આવી રહી હતી.હાલ અંકલેશ્વર શહેર પોલીસ આ સમગ્ર ઘટનાની કાર્યવાહી કરી રહી છે અને આ ગાયો ક્યાંથી લઈ જાય છે અને કયા કારણસર લઇ જાય છે તેનો પણ તપાસનો દોર શરૂ કર્યો છે.

Advertisement


Share

Related posts

ST વિભાગના ડ્રાઈવર અને કન્ડક્ટરો દ્વારા રુટ માં આવતી હોટલો પર બિનઅધિકૃત રીતે ST બસો રોકતા ડ્રાઈવર અને કન્ડક્ટરો સામે મુસાફરોમાં રોષ જાણો કેમ?

ProudOfGujarat

ભરૂચ : ભગવાન મેઘરાજના દર્શન કરવા લોકોની ભીડ જામી…!

ProudOfGujarat

ભરૂચનાં કાંકરિયા ગામનાં 37 હિંદુ પરિવારનું ધર્માંતરણ કરાવનાર 4 આરોપીઓની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!