Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરની બે યુવતીઓએ લુટેરી દુલ્હન બની આણદનાં રાસનોલ ગામના યુવાન સાથે લગ્નના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી ફરાર…

Share

વિનોદભાઇ પટેલ

મળતી માહિતી અનુસાર આણદનાં રાસનોલ ગામના ખ્રિસ્તી મહોલ્લામાં રહેતા સુનીલ ડાહ્યાભાઈ વણકર નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેઓના લગ્ન માટે યુવતી શોધી રહ્યા હતા. તેઓ અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતી મીનાબેન કિરીટભાઈ પરમાર અને સંગીતાબેનના સંપર્કમાં આવ્યા હતા. આ બંને મહિલાઓએ ગત તારીખ ૨૬-૪-૧૯ ના રોજ યુવાન પાસેથી લગ્ન માટે નક્કી કરેલ રૂપિયા પૈકી ૧૦ હજાર એડવાન્સ લીધા હતા. જે બાદ હેતલ નામની યુવતી સાથે આદિવાસી રીવાજ મુજબ અંકલેશ્વર ખાતે લગ્ન થયા હતા.ગત તારીખ ૨-૫-૧૯ ના રોજ પરણીતા હેતલબેન ઘરે જવાની જીદ કરતા સુનીલ વણકર તેણીને પરત તેના ગામ મુકવા જતો હતો. તે દરમિયાન કરજણ કે પાલેજ રેલ્વે સ્ટેશન પર પરિણતા સુનીલ વણકર અને તેના પરિવારને ચકમો આપી સોના-ચાંદીના દાગીના અને ૭ હજાર રોકડા લઈ ફરાર થઇ ગઈ હતી.આ બે મહિલાઓ દ્વારા ૧.૩૦ લાખની છેતરપીંડી કરી હોવાનું જણાતા તેઓએ મીનાબેન કિરીટભાઈ પરમાર અને સંગીતાબેન વિરુદ્ધ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી બંને સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચના સમની નજીક રૂ. 23 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરબ્રિજમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડયા.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે ભાજપ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભારતની ગોલ્ડન હેટ્રિક, ક્રિકેટ બાદ મેન્સ કબડ્ડીમાં જીત્યો ગોલ્ડ મેડલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!