Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના સમની નજીક રૂ. 23 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરબ્રિજમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડયા.

Share

ભરૂચના સમની નજીક રેલવે ફાટક ઉપર બનાવાયેલો ફલાયઓવરબ્રિજ માત્ર 25 દિવસમાં જ ખખડધજ બની ગયો છે. આ બ્રિજ ઉપર મસમોટા ગાબડાં પડી ગયા છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો.

દહેજ–ભરુચ રેલવે લાઇન ઉપર સમની ગામ નજીક રેલવે ફાટક ઉપર ફલાયઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 23 કરોડના ખર્ચે આ ફલાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ 25 દિવસ અગાઉ જ વાહનના આવનજાવન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ ગણ્યા ગાંઠયા દિવસમાં જ આ ફલાયઓવર બ્રિજ ખખડધજ બન્યો છે. થોડા દિવસોમાં જ બ્રિજમાં મસમોટા ગાબડાં પડી જતા બ્રિજનું કામ કેવું કરવામાં આવ્યું છે તે છતું થઈ ગયું છે.

Advertisement

પ્રથમ વરસાદનો માર જ આ ફલાયઓવરબ્રિજ ન ઝીલી શક્યો અને રસ્તો ખખડધજ બની ગયો છે. એક વાહનચાલકે પોતાના વાહનમાંથી આ માર્ગનો વીડિયો બનાવી વાયરલ કર્યો હતો. ત્યારે આ માર્ગનું નિર્માણ કેટલું તકલાદી કરવામાં આવ્યું હશે તે જોઈ શકાય છે. ઉપરાંત આ ફલાય ઓવર બ્રિજના નિર્માણમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો ગણગણાટ પણ શરૂ થયો છે.


Share

Related posts

રાજપીપળામાં ગુજરાત રેંજર્સ ફોરેસ્ટ કોલેજ દ્વારા દાનની દીવાલની શરૂઆત.

ProudOfGujarat

કરજણ ને.હા.48 પાસે હલદરવા ગામ નજીક રોડ ક્રોસ કરતાં મજૂરીયાતને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યુ.

ProudOfGujarat

ઝઘડિયાના વંઠેવાડ ગામે બે પરિવારો વચ્ચેના ઝઘડામાં ચાર મહિલાઓ સહિત કુલ ૨૦ વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!