Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વરના યુવાનને પતંજલિ કંપનીમાં નોકરી અપાવવાના બહાને ઠગે રૂપિયા ૩૩ હજારથી વધુની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે.

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં રહેતા ઉમેશચંદ્ર સુરેશચંદ્ર મિશ્રાએ અખબારી જાહેરાતના આધારે રાજ મલ્હોત્રાનો સંપર્ક કરી પતંજલિ કંપનીમાં એસ.એમ.એસ.જોબ માટે અરજી કરી હતી.રાજ મલ્હોત્રાએ ઉમેશચંદ્ર સુરેશચંદ્ર મિશ્રાને ગત તારીખ ૨૭-૫-૧૯ ના રોજ ફોર્મની કોપી મોકલી અરજી કરવાનું કહેતા તેણે અરજી કરી પ્રથમ ફી પેટે ૨૧૫૦ ભર્યા હતા.જે બાદ અલગ અલગ રીતે એસ.બી.આઈ.બેંક ખાતાના આધારે ઉમેશચંદ્ર મિશ્રાએ ૧૦૨૦૦ અને ૧૫૫૦૦ મળી કુલ ૩૩,૯૫૦ જમા કરાવ્યા હતા.જે બાદ રાજ મલ્હોત્રાએ ગલ્લા-તલ્લા કરતા તેઓ સાથે છેતરપીંડી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ રાજ મલ્હોત્રા વિરુદ્ધ અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Advertisement


Share

Related posts

ગોધરા : કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દિવંગતોને કોંગ્રેસ દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ.

ProudOfGujarat

વિરમગામના વસવેલીયા ગામમાં લક્ષ્ય સોસિયલ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા કપડા વિતરણ કરાયુ

ProudOfGujarat

જામનગર-જુગારધામ પર ડીજી વિજિલન્સના દરોડા-લાખ્ખોના મુદ્દામાલ સાથે 28 જુગારીઓ ઝડપાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!