Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના કોસમડી ગામ વિસ્તારમાં આવેલ ગાર્ડન સિટીમાં બિલ્ડરે એન.એ વિનાની જમીન પર કરવામાં આવેલ બાંધકામો શહેરી વિકાસ મંડળ દ્વારા સીલ કરવામાં આવ્યા હતા.

Share

દિનેશભાઈ અડવાણી

મળતી વિગત મુજબ અંકલેશ્વરના કોસમડી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીના બિલ્ડર રમેશભાઈ વલ્લભભાઈ સવાણી દ્વારા સર્વે નંબર-૭૪૧ વાળી જમીન અંગે બિન ખેતીની કાર્યવાહી ભરૂચ જિલ્લા કલેકટર કચેરીએ ચાલુ છે છતાં પણ બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે આ જમીન પર બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની સનતકુમાર આર.પાંડેએ ભરૂચ-અંકલેશ્વરના શહેરી વિકાસ મંડળમાં રજૂઆત કરી હતી. બિલ્ડર દ્વારા બૌડામાં સમય મર્યાદા અંદર જરૂરી પુરાવા રજુ નહી કરવામાં આવતા ભરૂચ-અંક્લેશ્વા શહેરી વિકાસ મંડળના અધિકારીઓએ આજરોજ સાત જેટલા ગેરકાયદેસર બાંધકામો સીલ કરી કચેરીની મંજુરી નહી આપવામાં આવે ત્યાં સુધી બાંધકામો નહી કરવા આદેશ આપવામાં આવ્યા છે અને જો બિલ્ડર બાંધકામ કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા જણાવાયું છે બૌડાની આ કાર્યવાહીથી અન્ય બિલ્ડરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

Advertisement


Share

Related posts

આમોદ ટાઉનમાં શનિવારે સવારના 8 વાગ્યેથી બપોરના 2 વાગ્યા સુધી વીજકાપ રહેશે.

ProudOfGujarat

મકાન બાબતે શુકલતીર્થ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો…

ProudOfGujarat

હમારા પરિવારની અભિનેત્રી ઈલાક્ષી ગુપ્તા ઉર્ફે સાક્ષીએ તેના ફિટનેસ સિક્રેટ અને શૂટ રૂટિન શેર કર્યા: વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાં તેણી કેવી રીતે તેના શરીરને જાળવી રાખે છે તે જણાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!