Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- ટ્રાફિકની સમસ્યાઓ વાહનચાલકો માટે દિન-પ્રતિદિન માથાનો દુખાવો બની રહી છે, વહેલા તકે ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે તેવી લોક માંગ…

Share

દિનેશભાઇ અડવાણી

હાલ અંકલેશ્વર શહેરમાં પીરામણ નાકા વિસ્તારથી લઈને અંકલેશ્વર ત્રણ રસ્તા સુધી રોજ સાંજે ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે જેના કારણે હવે અંકલેશ્વરની પ્રજા ટ્રાફિકથી ત્રાહિમામ પોકારી ઉઠી છે અને ટ્રાફિક જાણે રોજનો એક માથાનો દુખાવો બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.હાલ અંકલેશ્વર શહેરમાં ટ્રાફિકની સૌથી વધારે સમસ્યા ગેરકાયદેસર દબાણના કારણે થતી હોય છે.તંત્ર આ મુદ્દા પર ધ્યાન આપે અને વહેલા તકે અંકલેશ્વર શહેરમાં ગેરકાયદેસર જે દુકાનદારો દબાણ કરી બેઠા છે એ તમામ દુકાનદારો પર કાયદેસરની કાર્યવાહી કરે અને ટ્રાફિકની સમસ્યા ઓછી થાય તેવી હવે અંકલેશ્વરની પ્રજા માંગ કરી રહી છે.અંકલેશ્વરના ટ્રાફિકના જવાનો પણ આ ગેરકાયદેસર દબાણના કારણે ટ્રાફિક કંટ્રોલ નથી કરી શકતા એવું નજરે પડી રહ્યું છે.

Advertisement



Share

Related posts

ડેડીયાપાડા વિધાનસભાની ચૂંટણીમાં સામોટ ગામના ગ્રામજનોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર.

ProudOfGujarat

અદાણી ફાઉન્ડેશનના સહયોગથી સક્ષમ થયેલા વજીરભાઈ કોટવાળિયા રાષ્ટ્રપતિ ભવનની મુલાકાતે જશે

ProudOfGujarat

માંગરોળમાં વાંકલ અને ઝંખવાવનાં બજારો આખો દિવસ સ્વૈચ્છિક બંધ રહ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!