Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ધરપકડથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને પો.સ.ઈ વાય.જી.ગઢવીના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફલૉ સ્કોડની ટીમના માણસો અંકલેશ્વર પાનોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અજયપાલસિંહ નરેશસિંહ ઉજાગરસિંહ તોમર,ઉંમર વર્ષ ૨૪, હાલ રહે પ્રતિષ્ઠા રેસીડેન્સી તાલુકો.અંકલેશ્વર જિલ્લો.ભરૂચ ને ઝડપી પાડી સી.આર.પી.સી કલમ ૪૧(૧)આઈ મુજબ અટક કરી અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.ઉપરોક્ત કામગીરી ભરૂચ પેરોલ ફલૉ સ્કોડના અ.હે.કો અનિલભાઈ રામજીભાઈ તથા પી.સી રાકેશકુમાર ચંદુલાલ તથા એલ.આર.પી.સી અનિલભાઈ દીતાભાઇ દ્વારા ટીમવર્કથી કરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચની આશુતોષ સોસાયટીમાં લટાર મારતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ.

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCBની મોટી સફળતા: પલ્સર બાઈક પર રેકી કરી 100થી વધુ ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ચોર ઝડપાયો

ProudOfGujarat

સાંસદને મનસુખભાઇ વસાવાએ જિલ્લાના મહત્વના પ્રશ્નો અંગે માર્ગ અને મકાન મંત્રીને લેખિતપત્ર લખ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!