Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની આશુતોષ સોસાયટીમાં લટાર મારતા તસ્કરો સીસીટીવીમાં થયા કેદ.

Share

એક તરફ ભરૂચ જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મીઠી નિદ્રા મારતા શહેરીજનોની ઊંઘ ઉડાડવા માટે તસ્કરો પણ બેફામ બન્યા છે, ભરૂચ જિલ્લાના કેટલાય ભાગોમાં દર બે દિવસે ચોરીઓ અંગેની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે, તેવામાં વધુ એક ઘટના ભરૂચ શહેરમાંથી સામે આવી છે.

ભરૂચ શહેરના લિંક રોડ વિસ્તારમાં આવેલ આશુતોષ સોસાયટી ખાતે રાત્રીના સમયે સોસાયટીના મકાનો પાસે રેકી કરી ચોરીનો પ્રયાસ કરતા બે જેટલા અજાણ્યા બુકાનીધારી તસ્કરો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થતા સ્થાનિકોમાં તસ્કરોનો ખોફ જોવા મળ્યો હતો.

સોસાયટી વિસ્તારમાં બિન્દાસ અંદાજમાં રેકી કરતા તસ્કરો મામલે સ્થાનિકોએ ફૂટેજની મદદથી ઘટના અંગેની જાણ ભરૂચ એ ડિવિઝન પોલીસને કરતા પોલીસે મામલા અંગેની તપાસ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

વાગરાના દહેજ ખાતે ભેંસલી નજીક પઢીયાર રમેશને માર મારીને પગાર લૂંટી લેનાર ખોજબલના યુવાનને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

લીંબડી CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

ભરૂચ એ ડિવિઝન પોલીસનાં સર્વેલન્સ ટીમે સિવિલ હોસ્પિટલમાં અગાઉ થયેલ કોપરનાં પાઇપની ચોરીના ગુનામાં નાસતો ફરતો એક આરોપીને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!