Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં કોરોનાનો ખૌફ યથાવત, કોવિડ સ્મશાનમાં વધુ એક મૃતદેહને અપાયા અગ્નિદાહ.

Share

ભરૂચ જિલ્લામાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર ઘાતક સમાન સાબિત થઇ હતી, કોરોના પોઝીટિવના અસંખ્ય કેસો અને સ્મશાન કબ્રસ્તાનમાં મૃતકોની લાઇનો લોકોએ પ્રથમ અને બીજી લહેરમાં જોઈ હતી, ત્યારે ત્રીજી લહેરની દસ્તકમાં પણ મૃતકો સામે આવી રહ્યા છે, ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ અપાયા છે.

જ્યારે આજે વધુ એક મૃતકને કોવિડ પ્રોટોકોલના આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા, અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ રિયલ રેસી.મા રહેતા ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર અમરનાથ થોડા દિવસો અગાઉ કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતી જે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતા તેઓને ભરૂચ,અંકલેશ્વર વચ્ચે નર્મદા નદીના કાંઠે આવેલ કોવિડ સ્મશાન ખાતે કોવિડ પ્રોટોકોલ આધીન અગ્નિદાહ આપવામાં આવ્યા હતા.

Advertisement

મહત્વનું છે કે છેલ્લા એક માસમાં થયેલ મૃતકોમાં તમામ વય વૃધ્ધ છે તેમજ મોટા ભાગના મૃતકોએ વેકશીનના એક પણ ડોઝ ન લીધા હોવાની પ્રાથમિક વિગતો પણ સાંપડી રહી છે,ત્યારે કોરોનાને હજુ પણ ગંભીરતાથી લેવો જોઈએ તે જ સમયની પણ માંગ છે.


Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વરનાં કોવિડ સ્મશાનગૃહમાં લાઇટ કે પાણીની કોઈ સગવડ નહીં.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના 15 થી 18 વર્ષનાં 1 લાખથી વધુ બાળકોને ત્રણ જાન્યુઆરીથી વેકસીન અપાશે.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ખોરંભે પડી : ઝઘડીયા ત‍ાલુકામાંથી પસાર થતો ધોરીમાર્ગ બિસ્માર બનતા લોકોને હાલાકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!