Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મોબાઈલ રીપેરીંગ શોપમાં મોબાઈલ સળગ્યો.

Share

રાજ્યમાં અવારનવાર મોબાઈલમાં ક્યાંક બ્લાસ્ટ તો ક્યાંક સ્પાર્ક થવાના કારણે મોબાઈલમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે, કેટલીક ઘટનાઓમાં લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થતા હોય છે, ત્યારે વધુ એક ઘટના અંકલેશ્વરમાંથી આજે આવી હતી.

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ એક મોબાઈલ રીપેરીંગ શોપમાં કામ કરતા કારીગરના ટેબલ ઉપર જ રીપેરીંગમાં આવેલ મોબાઈલમાં અચાનક ભડકો થતા દુકાનમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી, જોકે સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ત્યારે સમગ્ર ઘટનાક્રમ દુકાનમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થયો હતો, જેમાં સ્પષ્ટ જોઈ શકાયું હતું કે કંઈ રીતે ટેબલ પર મુકેલ મોબાઈલમાં અચાનક સ્પાર્ક થયા બાદ ભડકો થયો હતો, હાલ સમગ્ર મામલા અંગેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામે પીકઅપ ગાડીમાં કતલ કરવા 10 પશુ લઈને આવેલા ઝંખવાવ ગામના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

નેત્રંગની ચાસવડ દુધ ડેરીએ ૩૧૨ બેગ પશુદાનનું વિતરણ કર્યું.

ProudOfGujarat

રાજપારડી બજાર યુવક મંડળ આયોજિત ગણપતિ મહોત્સવમાં કથાનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!