Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વીજકંપનીના ખાનગીકરણ સામે હાથ માં  કાર્ડબોર્ડ  સાથે સૂત્રોચ્ચાર

Share

વીજળી સુધારા બિલ અને રાષ્ટ્રીય વીજ નીતિના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતાં  કર્મચારીઓ એ કચેરી બહાર ખાનગીકરણ  બંધ કરો ના  સૂત્રોચ્ચાર સાથે  વિરોધ પ્રદર્શન કર્યું હતું.
કેન્દ્ર સરકાર આગામી બજેટ સત્ર દરમિયાન વીજળી બિલ-2025 અને પ્રસ્તાવિત નેશનલ ઈલેક્ટ્રીસીટી પોલિસી-2026 સંસદમાં રજૂ કરવાની  સંભાવનાને લઈને ઇન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન એ દેશભરમાં હડતાલનું એલાન કર્યું હતું જેના સમર્થન માં ભરૂચ જિલ્લાના વીજ વિભાગના કર્મીઓ પણ તેમાં જોડાયા હતા .ભરૂચ ના મકતમપૂર કચરી ખાતે   રિશેષ દરમ્યાન એકત્ર થઈ  વીજકર્મીઓએ સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ હાથ માં બેનરો સાથે ખાનગીકરણ બંધ કરોના સૂત્રોચ્ચાર કરી  વિરોધ પ્રદર્શન કર્યું હતું.વીજ કર્મીઓએ આ બિલ કર્મચારીઓ અને ગ્રાહકોના હિત ની વિરૂધ્ધ માં હોવાનું જણાવી તે સામે વિરોધ નોંધાવ્યો હતો.

Share

Related posts

ડાંગ-ચીચપાડા ગામમાં ઝઘડો થતાં પત્નીની હત્યા કરી પતિ ફરાર..

ProudOfGujarat

કડકડતી ઠંડીમાં તસ્કરોનો ગરમ તરખાટ. હજી, કેટલાં ATMને નિશાન બનાવશે…!

ProudOfGujarat

ભરૂચ એલ. સી. બી. ની ટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ-અલગ વિસ્તારમાં રેડ કરતા જુગારનાં ત્રણ કેસો શોધી કાઢયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!