Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝાડેશ્વર રોડ પર આવેલ સુંદરમ જવેલર્સની નિષ્ફળ લૂંટના બનાવમાં સંડોવાયેલા 3 લૂંટારુઓ ઝડપાયા.

Share

ઝાડેશ્વર તરફ જવાના માર્ગ પર આવેલ સુંદરમ જવેલર્સ ખાતે પિસ્તોલની નોક પર લૂંટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ દુકાનદારની સજાગતા અને જાગૃત નાગરિકોની મદદથી આ નિષ્ફળ લૂંટના આરોપીઓને ગણતરીના સમયમાં પોલિસે લૂંટારુઓને ઝડપી પાડયા હતા.

ત્રણ લૂંટારુમાં આરોપી અમનકુમાર સિંગ રાજપૂત રહે.અભ્યોદય હાઇટ્સ મૂળ રહે. શિવાન બિહારનો વતની છે તે એક કંપનીમાં મેનેજર કક્ષાની નોકરી કરતો હતો પરંતુ વિદેશ જવાનું ગોઠવાતા નોકરી છોડી હતી પરંતુ કોરોનાના કારણે વિદેશ ન જઈ શકતા અને નોકરી ગુમાવતા બેકાર હોવાથી લૂંટની યોજના બનાવી હતી. લૂંટની યોજના માટે ચંદન કુશવાહા રહે. વડદલા તા. વાગરા મૂળ રહે. શિવાન બિહાર અને મુકેશ સોની રહે.વડદલા તા.વાગરા મૂળ રહે.બિહારને બોલાવી સુંદરમ જવેલર્સમાં લૂંટની યોજના બનાવી હતી. પોલીસે એક આરોપીને ઘટના સ્થળેથી, બીજા આરોપીને અંકલેશ્વરથી અને ત્રીજા આરોપીને શ્રવણ ચોકડી ભરૂચ ખાતેથી ઝડપી પાડ્યા હતા. પોલિસે આરોપીઓ પાસેથી મોટરસાયકલ, મોબાઈલ ફોન, પિસ્તોલ અને ચપ્પુ મળી રૂ. 1.16 લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ : શહેરા ખાતે સરકારી યોજનાનાં નાણાં લાભાર્થીનાં ખાતામાં જલ્દી જમા થાય તે હેતુથી તંત્રને આવેદન.

ProudOfGujarat

સોશિયલ મીડિયા ના માધ્યમથી રોમિયોગીરી કરતો ઈસમની ધરપકડ

ProudOfGujarat

ઉજ્જવલા યોજના અમલમાં છતાં અનેક પરિવારો ગેસ કનેક્શન વિહોણા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!