Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના કોસમડી પાસે આવેલ કુમકુમ બંગ્લોઝ માં બૌડા ની ટીમ દ્વારા જીઆઇડીસી પોલીસ ને સાથે રાખી એક ગેરકાયદેસર મકાન ને તોડી પાડ્યું …

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા અંકલેશ્વર ના કોસમડી પાસે ની કુમકુમ બંગ્લોઝ માં મકાન નંબર બી 25 અને બી 26 વચ્ચે ની જગ્યા માં થયેલ બાંધકામ ને તોડી પાડ્યું હતું, આ બે મકાન વચ્ચે ના પ્લોટ ને માલીક દ્વારા સોસાયટી માં રહેતા કૈલાશ નાયર ને સાચવવા માટે આપ્યું હતું ,જેમાં એક ઓરડી બનાવવા માં આવી હતી ,જેને લઈને સોસાયટી માં માથાકૂટ ચાલી રહી હતી ,અને સોસાયટી ના રહીશો એ આ ઓરડી દૂર કરવા માટે કોસમડી ગ્રામ પંચાયત માં રજૂઆત કરતા ,ગ્રામ પંચાયત દ્વારા આ બાબત ની જાણ બૌડા માં કરાતા બૌડા દ્વારા આ બાંધકામ તોડી પાડવા નોટિસ આપવામાં આવી હતી ,જો કે તેમ છતાં સંચાલક કૈલાસ નાયર દ્વારા બાંધકામ દૂર ન કરાતા આજરોજ જીઆઇડીસી પોલીસ ને સાથે રાખી બાંધકામ ને તોડી પાડવા માં આવ્યું હતું

Advertisement


Share

Related posts

નડિયાદ : ડભાણ સ્વામિનારાયણ મંદિરનો 135 મો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

આજે વિશ્વ સિંહ દિવસ – ગીરમાં સિંહોની વસ્તીમાં 29 ટકા વધી, ઘરનો વિસ્તાર 36 ટકા વધ્યો

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી માસ ભરેલી રિક્ષા ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!