Proud of Gujarat
GujaratFeaturedINDIA

લુટના બનાવમાં સંડોવાયેલા આરોપીઓને શોધવામાં અંકલેશ્વર શહેર પોલસને સાંપડેલ સફળતા…

Share

ભરૂચ પોલિસ તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવવા અંગે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. જેના એક ભાગ રૂપે મળેલ બાતમીના આધારે અંકલેશ્વર ડી,વાય. એસ.પી એલ.એ. ઝાલા ની સુચના હેઠળ અંકલેશ્વર શહેર પોલિસ સટાફના માણસોએ સીસીટીવી ફોટેજના આધારે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન મારૂતિ વાન પસાર થતા તેને ઊભી રાખી તેમા બેઠેલ વ્યક્તીની તપાસ કરતા તેના નામ ફૈયાઝ યાસીન દિવાન રહે. કાપોદરા અંકલેશ્વર અને ફ્રાન્સીસ ઉર્ફે રાહુલ ગ્રેબીયલ ડિસોઝા રહે. બસ સ્ટેન્ડ સામે અંકલેશ્વર આ બંન્ને આરોપી લુટના બનાવોમા સંડોવાયેલા હોવાનુ જણાયુ હતુ. જે પૈકી  ફ્રાન્સીસ  ઉર્ફે રાહુલ અગાઉ વાહન ચોરીના બનાવમાં પણ સંડોવાયેલો જણાયો હતો. આરોપીઓ પાસેથી સેમસંગ કંપનિનો મોબાઇલ ટાયર નંગ ૨ તેમજ ગુનાના કામમા વપરાયેલ મારૂતિ વાન રિકવર કરેલ છે. આ કામગીરીમા ઈન્ચાર્જ પોલિસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયા તેમજ તેમના  સ્ટાફે કામગીરી બજાવી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ વિધાનસભા બેઠક ઉપર આમ આદમી પાર્ટીએ ઉમરપાડાના સ્નેહલ વસાવાને ટિકિટ આપી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ખુલ્લી ગટરમાં સ્કૂલ વેન ખાબકી, સ્થાનિકોની સતર્કતાથી મોટો અકસ્માત ટળ્યો

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!