Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદા જિલ્લાના રાજપીપળામાં 50 વર્ષનો એક આધેડ પોતાનું જીવનું જોખમમાં નાખી લોકોના જીવ બચાવ્યા.

Share

રાજપીપળાના 50 વર્ષીય ઇકબાલ દીવાને જીવનું જોખમ ખેડી લગભગ 35 જેટલા લોકોના જીવ બચાવ્યા આ સાહસિકતા ભરી કામગીરીની કદર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે કરી અને શ્રી પુરાણી ચંદ્રક પારિતોષિક એનાયત કર્યું. કોઈક મકાનમાં આગ લાગી હોય અને એમાં લોકોના જીવ જોખમમાં હોય,કોઈ પાણીમાં ડૂબતુ હોય અથવા અન્ય કોઈ તકલીફમાં હોય તો સમય પર ભાગ્યે જ કોઈ એ વ્યક્તિને બચાવવાવાળુ મળતું હોય છે.નર્મદા જિલ્લાના રાજપીપળામાં 50 વર્ષનો એક આધેડ એવો છે જેણે પોતાના જીવના જોખમે 35 લોકોને ડુબતા બચાવ્યા છે.આજે એ આધેડની સાહસિકતાની કદર થઈ અને એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.
રાજપીપળાના સિંધીવાડ ખાતે રહેતો 50 વર્ષીય ઇકબાલ દીવાન ઉર્ફે ગટુક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.એને તરવાનું પોતાના પિતાના વરસામા મળ્યું છે.એના પિતા પણ સારા એવા તરવૈયા હતા,તેઓએ પણ પોતાના જીવનમાં ઘણા લોકોને ડૂબતા બચાવ્યા છે.ગત વર્ષે રાજપીપળાના કસ્બાવાડ વિસ્તારમાં લગ્ન હતા જેમાં ભરૂચથી એક વૃદ્ધ પોતાના પરિવાર સાથે આવ્યા હતા.હવે એ વૃદ્ધ અને એક 10 વર્ષની અને બીજી 12 વર્ષની એમ બે બાળકીઓ પરિવાર સાથે સરકારી ઓવરા પર ફરવા ગયા.પાણીમાં છબછબીયા કરતા 10 વર્ષીય બાળકી પાણીમાં પડી અને ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગી,એને બચાવવા 12 વર્ષીય બાળકી પડી એની પાછળ એ વૃદ્ધ પણ પડ્યા.એ ત્રણેય પાણીમાં ડૂબવા લાગ્યા,બુમાં બુમ થવા લાગી તો ઇકબાલ ત્યાં જ હાજર હતો એણે પોતાના જીવની જરાક પણ પરવા કર્યા વિના પાણીમાં કૂદી એક પછી એક એમ ત્રણેયને હેમખેમ જીવતા બહાર કાઢ્યા.આવા તો ઈકબાલે 30 થી 35 લોકોને પોતાના જીવના જોખમે ડુબતા બચાવ્યા છે.ઇકબાલ ઉર્ફે ગટુકની આ સાહસિકતા ભરી કામગીરીની કદર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે કરી અને શ્રી પુરાણી ચંદ્રક પારિતોષિક એનાયત કરવામાં આવ્યું ઉપરાંત ઈકબાલની આ સિદ્ધિને રાજપીપળા પાલિકા વિપક્ષ નેતા મૂંતઝીરખાને બિરદાવી અને ઈકબાલને 1000 રૂપિયા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યો.ઈકબાલની મર્દાનગી ભરી સાહસિક કામગીરીને આજે જિલ્લાવાસીઓ પણ બિરદાવી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે આપણી આસપાસ સમાજમાં આવા કેટલાય સાહસિક ચમકતા હીરા છે પરંતુ ક્યારેક આપણે તેમની સાહસિકતા અને સેવાની કિંમત કરતા નથી જેથી તેઓ સમયાંતરે મૂર્છિત થઈ જતા હોય છે જો આવા સાહસિકોને પ્રશંસા કરી તેમનું જાહેરમાં બહુમાન કરાય તો તેઓનું આત્મવિશ્વાસ વધે ઉપરાંત તેનાથી પ્રેરાઈ ને અન્ય લોકો પણ આવા લોકસેવના કર્યો કરવા આકર્ષાય શકે છે.ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળે જે ઇકબાલ રૂપી સાચા હીરાની ઓળખ કરી તેનું બહુમાન કર્યું તે બદલ તમામ જિલ્લા વાસીઓમાં આનંદ ની લાગણી ફેલાઇ છે

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ચૌટા બજાર વિસ્તારમાં આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો થી સ્થાનિકોના પરેશાન, પોતાનું વાહન દૂર મુકવા કરી વિનંતી..

ProudOfGujarat

હાંસોટ ખાતે એસ.ટી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહિ..!!

ProudOfGujarat

અંકલેશ્વર ના રાજપીપલા રોડ ની આસપાસ ના વિસ્તારમાં ચાલતા કેમિકલ કૌભાંડ કરનારા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!