Proud of Gujarat
FeaturedGujaratHealthINDIAWoman

અંકલેશ્વરમાં ૧૦૦માં વર્ષમાં પ્રવેશતા વૃદ્ધાના જન્મદિવસની સમાજસેવા સાથે ઉજવણી …

Share

અંકલેશ્વર GIDC ના પાંચમી પેઢીને તંદુરસ્તી પૂર્વક નિહાળતા મંગળાબા પુજારાના ૧૦૦માં વર્ષના પ્રવેશ નિમિતે પરિવાર દ્વારા સામાજિક સેવા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય હતી .

મંગળાબા પૂજારાએ હાલપણ કોઈ પ્રકારની બીમારી વિના સાબૂત કાન અને દાંત સાથે ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે આ નિમિતે પરિવારની બૃહદવાળી એવા તમામ કુટુંબીજનો સાથે વિશેષ અને અનોખી ઉજવણી કરી હતી .આ પ્રસંગે પુજારા પરિવાર દ્વારા ૧૦૦ જેટલી રક્તની બોટલો રક્તદાતાઓ તરફથી બ્લડ ડોનેશન કેમ્પમાં એકથી કરી જરૂરિયાતમંદ દર્દીઓને આપવામાં આવી હતી સાથે જ બપોરે મહિલા ભજન મંડળ દ્વારા ભજન કિર્તનનું આયોજન કરાયું હતું સાથે જ સાંજે મંગળાબાના જન્મદિન નિમિત્તે કેક કાપ્યા બાદ રાત્રે પ્રખ્યાત લોકગાયક અભેસિંહ રાઠોડ દ્વારા માતૃવંદના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા અને મંગળાબાને દીર્ધાયુ તંદુરસ્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement


Share

Related posts

સુરત – લક્ઝ્યુરીયસ કારમાં દારૂની ખેપ મારતા ત્રણની ધરપકડ, 1.63 લાખનો દારૂ જપ્ત કર્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકા પંચાયતમાં કારોબારી અને સામાન્ય ન્યાય સમિતિના અધ્યક્ષની વરણી કરાઇ.

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડામાં પતિ પત્નીના ઝઘડામાં પડોશીએ યુવકને છરાનો ઘા મારી હત્યા કરતાં ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!