Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં મેધરાજાની ઝંઝાવતી બેટિંગથી જનજીવન અસ્ત વ્યસ્ત…

Share

અનેક રસ્તાઓ જળબંબાકાર વીજળી વેરણ તેરણ થઈ…

વાહનો અટકાવાયાં- એક બસ ડિવાઈડર પર ચઠી ગઈ…

Advertisement

આટલાં દિવસનુ સાટું વાળતા સવારથી અંક્લેશ્વર પંથક ને ધમરોળી નાખતી ઝંઝાવતી બેટિંગ કરી હતી.

રવિવારના રોજ પડું-પડું થતો વરસાદ હાથતાળી આપીને જતો રહ્યોં . જો કે આ બાબતનું સાટું વાળતો હોય એમ સોમવારે સવારે પોણા આઠ વાગ્યાથી મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. કલાકો સુધી અનરાધાર વરસેલા સમગ્ર પંથકને જળબંબાકાર કરી દીધો હતો અને ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં હતાં. અવિરત ધોધમાર વરસાદે જનજીવન પર પણ ધેરી અસરો સર્જી હતી. કેટલાય ઠેકાણે ટુ-વ્હીલર્સ બંધ પડી ગયા હતાં. અંક્લેશ્વર જુના નેશનલ હાઈવે પર ઈંન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્શની સામે જ ધોધમાર વરસાદનાં કારણે વિઝિબિલીટી ગુમાવનાર એક ખાનગી કંપનીની બસનાં ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી સદનસીબે આ ધટનામાં કોઈને ઈજા પહોંચી ન હતી.પરંતુ ટ્રાફિકને ભારે અસર થઈ હતી. રસ્તાની બેય તરફ પાણી ભરાયા હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યોં હતો.

આકાશમાં ચોમેર ધેરાંયેલાં વાદળો અને ધોધમાર વરસાદનાં પગલે એક સમયે ૨૦ ફુટ દુરનું દ્ર્શ્ય જોવું પણ દુષ્કર થઈ ગયું હતુ અને લોકોએ હેડલાઈટસ ચાલુ રાખીવી પડી હતી.

હેસીની જેમ વરસેલાં વરસાદનાં કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની ધટનાઓ સામે આવી હતી. અંક્લેશ્વર શહેરના નવીનગરી વિસ્તાર ઉપરાંત જુના નેશનલ હાઈવે પર પ્રતીન ચોકડીથી લઈ મહાવીર ટર્નિંગ સુધી ઠેર-ઠેર પાણી ભરાઈ જતાં ભારે મુશકેલી સર્જાઈ હતી જી.આઈ.ડી.સી ના સરદાર પાર્ક વિસ્તાર બેટમાં ફેરવાતાં પોલ  ખુલ્લી પડી હતી.

પવન વિનાનો બેઠો વરસાદ વરસતાં ખેડુતોમાં ભારે ખુશાલી ફેલાઈ હતી. ખેતીને અનુકુળ વરસાદ હોવાથી દિવસોથી ચિંતામાં ધેરાંયેલાં ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે વરસાદ સાથે જ વીજળી વેરણ થઈ હતી જેને લીધે વિજકંપનીની પ્રિમોનસુન કામગીરી ફક્ત નામની અને દેખાવ પૂરતી જ હોવાનુ સાબિત થયું હતું. પાણીનો ભરાવો પંચાટી બજાર, હસ્તીતળાવ વિસ્તારમાં પણ થતાં નગરપાલિકાની પોલ પણ ખુલ્લી પડી જવા પામી હતી. તમામ તંત્રો વરસાદની સામે નિષ્ફળ પુરવાર થયાં હતાં.


Share

Related posts

ઝગડિયા જી.આઈ.ડી.સી માં આવેલ બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝમાંથી રાત્રીનાં સમયે ગંદુ પાણી બહાર છોડાતાં જીપીસીબી ને જાણ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર પોલીસ મથકની હદમાં રેપિડ એક્શન ફોર્સના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકામાં વિપક્ષ નેતા અને દંડકની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!