સ્વાઇન ફ્લુએ અંકલેશ્વરમાં એક આધેડનો જીવ લેતા સમગ્ર આરોગ્ય વિભાગ અને હોસ્પીટલોની કાર્યપધ્ધતિ ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

ઘટનાની જાણવા મળતી માહિતિ અનુસાર અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં પશુપતિનાથ મંદિર નજીક એક એપાર્ટમેન્ટમાં રહેતા એક વૃદ્ધ ને સામાન્ય તાવ આવતો હોય તેમણે અંકલેશ્વર ખાતે ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે રખાયા હતા.જયાં બધા ટેસ્ટ બાદ પણ કોઇ ફેર ના લાગતા તેમને વધુ સારવાર અર્થે સુરતની ખાનગી હોસ્પીટલમાં લઈ જવાયા હતા. જયાં તેમની તાત્કાલીક સારવાર શરૂ તો કરાઇ પરંતુ ટુંકી સારવાર બાદ તેમનું મોત નીપજયું હતું. તેમના મૃત્યુના દિવસે જ તેમનો સ્વાઇન ફ્લુ પોઝીટીવનો રીપોર્ટ આવતા પરિવારજનોને તેમનું મોત સ્વાઇનફ્લુના કારણે થયું હોવાનું જાણવા મળ્યું હતું. એકાએક આધેડના સ્વાઇન ફ્લુના કારણે મોતે આરોગ્ય વિભગ અને માતબર રૂપિયા એંઠતી હોસ્પીટલોના ડાયોગ્નોસીસ અને દવા સામે અનેક સવાલો ઉભા કર્યા છે.

જો સમયસર સ્વાઇન ફ્લુનો રીપોર્ટ આવ્યો હોત તો કદાચ આ વૃદ્ધ આજે હયાત હોત.પરંતુ આરોગ્ય વિભાગની રહેમ નજરે ચાલતી ખાનગી હોસ્પીટલો અને તેમના તબીબોના ખોટા નિદાનના કારણે આજે લાખો રૂપિયાનો ધુમાડો કર્યા બાદ પણ આજે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.જે અત્યંત દુ:ખદ બાબત છે. ત્યારે સવાલએ થાય છે કે શું તબીબો સ્વાઇના ફ્લુના લક્ષણોથી અજાણ હતા? શું તબીબોએ રૂપિયા રળવા યોગ્ય નિદાન ના કર્યું? શું સ્વાઇન ફ્લુનો રીપોર્ટ તત્કાલ ના મળે જેવા અનેક સવાલોના જવાબ મરનારના પરિવારજનો માંગી રહ્યા છે.

LEAVE A REPLY