પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-15મી ફેબ્રુઆરીના રોજ પાનોલી જી.આઈ.ડી.સીમા રહેતા મોહંમદ અલી ઈસા સમા ઘરનો સામાન લેવા રિક્ષામાં બેસી સંજાલી ગામ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે રિક્ષામાં બેઠેલ બે ઈસમોએ તેઓના ખિસ્સામાં મુકેલ રૂપિયા ત્રણ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ગુનો નોંધી રિક્ષાના ચાલકની અટકાયત કર્યા બાદ વધુ બે ઈસમોને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY