Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં અઠવાડિયાથી અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું…

Share

ઠેર-ઠેર પાણી ભરાયાં- પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરાઈ…

આચાર્ય- સ્ટાફને હાજર રહી પરિસ્થિતિ અંગે જાણ કરવા સૂચના…

Advertisement

અંક્લેશ્વર પંથકમાં છેલ્લા એક સપ્તાહથી અવિરત વરસી રહેલાં વરસાદનાં પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. શાળઓમાં રજા જાહેર કરાઈ છે.

અંક્લેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લામાં છેલ્લાં સાત દિવસથી કદીક ધીમે ધારે તો કદીક ધોધમાર વરસી રહેલા વરસાદનાં પગલે જનજીવન પર માઠી અસરો જોવા મળી રહી છે. વહીવટ તંત્ર એલર્ટની સ્થિતિમાં આવી ગયું છે. અંક્લેશ્વર પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩.૫ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. હાંસોટ રોડ પરની એન.ડી.નગર તથા અન્ય સોસાયટી તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકોનાં ઘરમાં પાણી ઘૂસી આવ્યાં હતાં. જ્યારે રસ્તા પર તેમજ આજુબાજુમાં પણ પાણી ફરી વળ્યા છે.

ગત રાત મંગળવારથી શરૂ થયેલાં વરસાદનાં કહેર સાત દિવસ બાદ સોમવારે પણ ચાલુ જ રેહતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ તમામ પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરી દીધી હતી જેનાં પગલે અંક્લેશ્વરની પબ્લિક સ્કુલ તેમજ દીવા રોડ પર આવેલ એસ.વી.ઈ.એમ અંગ્રેજી માધ્યમ સ્કુલ જેવી માધ્યમિક શાળાઓએ પણ અતિશય વરસાદ અને પાણી ભરાઈ જવાનાં કારણે રજા જાહેર કરી છે. દરમિયાન જિલ્લા શિક્ષણાધિકરી કચેરી દ્વારા તમામ શાળામાં આચાર્ય તેમજ સ્ટાફને હાજર રહી પ્રતિ કલાકે પરિસ્થિતિની સૂચના આપવામાં આવી છે.

બીજી તરફ અંક્લેશ્વર કોર્ટમાં જવાનાં રસ્તે પણ પાણી ભરાઈ ગયાં હોવાથી અંક્લેશ્વર વકીલ મંડળ દ્વારા કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનું ઠરાવવામાં આવ્યું છે. વકીલ મંડળનાં પ્રમુખ પ્રેમચંદ સોલંકી એ જણાવ્યું હતું કે પક્ષકારો અને વકીલોને પણ હાલાકીનો સામનો કરવો પડે એમ હોવાથી આ નિર્ણય લેવાયોછે. અને કેસ જે સ્થિતિમાં હોય એ જ સ્થિતિમાં રાખી પક્ષકારો વિરુધ્ધ કોઈ કાર્યવાહી ન કરવા પણ વિનંતિ કરવામાં આવી છે. જેને પગલે કોર્ટમાં પણ કોઈ પ્રકારની કાર્યવાહી સોમવારે ચાલી ન હતી.

હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી અંક્લેશ્વર નગર પાલિકા પણ હાઈ એલર્ટ બની ગઈ છે. સવારથી પાલિકાનાં ચીફ ઓફિસર, અધિકારિઓ અને કર્મચારીઓ એ એન.ડી.નગર, જલારામ નગર, કેવલ શોપિંગ સેન્ટર જેવાં વિસ્તારોમાં ભરાયેલાં પાણીનાં નિકાલની કામગીરી આરંભી હતી. ચીફ ઓફિસર પ્રશાંત પરીખે જણાવ્યું હતુ કે હાલ લાઈટસ્પીકરથી લોકોને સાવધાન રહેવા સૂચના રિક્ષા દ્વારા આપવામાં આવી રહી છે. પાણી ઊતરી રહ્યાં છે પણ ભારે વરસાદની આગાહીનાં પગલે પાલિકા તંત્ર સજ્જ છે અને લોકોને પણ સાવધ રેહવા જણાવ્યું છે.

સોમવારે પણ આખો દિવસ વરસાદ વરસ્યો હતો અને બંધ થાય એવાં કોઈ ઐંધાણ દેખાયાં ન હતાં. લોકોએ પણ અતિજરૂરી કામ વિના બહાર નીકળવાનું રાખ્યું હતુ.

અંક્લેશ્વરમાં ક્યાં ક્યાં પાણી ભરાયાં ?

અઠવાડિયાથી અંક્લેશ્વરને ધમરોળતાં વરસાદે અનેક વિસ્તારોને જળબંબાકાર કરી દીધાં છે.

અંક્લેશ્વર પિરામણ થઈને જીઆઈડીસી હાઈવે તરફનો રસ્તો આમલા ખાડી ઓવર ફ્લો થતાં બંધ.

આમલાખાડીનાં પાણી આંબોલી રોડ પર ફરી વળતાં માર્ગ બંધ.

અંક્લેશ્વર દીવા રોડ પર જલારામ નગર સહિત આસપાસનાં વિસ્તારો જળબંબાકાર.

અંક્લેશ્વર હાંસોટ રોડ પરનાં શક્તિનગર, એન.ડી,નગર જેવાં વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યાં.

અંક્લેશ્વર મહાવીર ટર્નિગથી લઈ પ્રતીન ચોકડીનાં રસ્તાની આસપાસ અને રસ્તા પર પાણી ફરી વળતાં વાહનવ્યવહાર પર અસરો.

અંક્લેશ્વર ન્યાયાલય તેમજ તાલુકા સેવાસદન તરફ જતાં માર્ગો પર પાણી ફરી વળતાં અસર.

અંક્લેશ્વર-ભરૂચ વચ્ચે ભારે વરસાદનાં લીધે હાઈવે જામ.


Share

Related posts

શું કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત ? : ભરૂચ અંકલેશ્વર વચ્ચે આવેલ કોવિડ સ્મશાન ખાતે 35 દિવસ બાદ અગ્નિદાહ માટે આવ્યો મૃતદેહ.

ProudOfGujarat

ભરૂચના વ્યાપારીઓએ પુલવામાં ખાતે શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી…

ProudOfGujarat

દિપાવલી પર્વને ઉજવતા ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!