Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં કાર ચાલકે નિંદ્રાધીન યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામના એઠાણા ફળિયામાં રહેતા ૪૫ વર્ષીય સુકાભાઈ કાનાભાઈ વસાવા ઘરની બાજુમાં રોડની સાઈડ પર સુતા હતા તે દરમિયાન આજરોજ વહેલી સવારે પુરપાટ અને ગફલતભરી રીતે ઘસી આવેલ કાર નંબર જી.જે.૧૬.બીબી.૮૪૧૬ના ચાલકે સુકાભાઈ વસાવાના માથા પરથી કાર ચઢાવી ફરાર થઈ ગયો હતો.સદર અકસ્માતમાં નિંદ્રાધીન યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે ગ્રામજનો એકત્રિત થઈ ગયા હતા અને બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસને જાણ કરી હતી ઘટનાને કારણે પોલીસે સ્ટાફ સ્થળ પર દોડી આવી બનાવ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

રાજસ્થાનના સરહદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ત્રણ બાઈક સવાર યુવકોના મોત

ProudOfGujarat

વડોદરાની વાયદપુરા પ્રાથમિક શાળામાં 20 વર્ષ દરમિયાન 11000 કિલોગ્રામ શાકભાજી ઉગાડી મધ્યાહન ભોજન પીરસાયું.

ProudOfGujarat

અમદાવાદ બ્લાસ્ટમાં આખરે મળ્યો ન્યાય : 38 દોષિતોને ફાંસી, 11 ને જીવનના છેલ્લા શ્વાસ સુધી કેદની સજા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!