Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર-હાસોટ ના મુખ્ય માર્ગ ઉપર ઝાડ ધરાશય થતા એક યુવાનને ગંભીર ઇજા, યુવાનને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો…

Share

દિનેશભાઈ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર હાંસોટ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર જોરદાર પવનના પગલે રોડની બાજુમાં નું ઝાડ ધરાશાય થતા એક બાઈક સવારને ગંભીર ઇજા પહોંચવા પામી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગંભીર હાલતમાં પડેલા યુવાનને 108 એમ્બ્યુલન્સ દ્વારા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર આ યુવાન દિગસ ગામનો રહેવાસી હોય અને અંકલેશ્વરથી મોટરસાઇકલ લઈ પોતાના ગામ તરફ જતો હોય તે દરમિયાન અચાનક ઝાડ પડી જતા યુવાનને માથાના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી, ઘટનાની જાણ થતાં જ યુવાનના પરિવારજનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા, ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અંકલેશ્વર હાંસોટ ને જોડતા મુખ્ય માર્ગ ઉપર કેટલાક જાડો પવનના વાવાઝોડામાં ધરાશાય થવાની ત્યારે હવે જંગલ ખાતા દ્વારા કમજોર ઝાડ ને ઉતારી લેવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ : ઝઘડિયા ચાર રસ્તા પર ટ્રક ડિવાઈડર પર ચઢી જતાં અકસ્માત…!

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પગલે રાજપીપળામાં એરપોર્ટ વિકસાવવા ગુજરાત સરકારની લીલી ઝંડી

ProudOfGujarat

નવા વર્ષના પ્રારંભે લોકો પર મોંઘવારીનો માર, CNG અને PNG ના ભાવમાં વધારો થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!