એંગલો તૂટીને મેઈન રોડ પર પડતા ટ્રાફિકની સમસ્યા વધુ વકરી

અંકલેશ્વર નગર અને એશિયાની સૌથી મોતી એવી જી.આઈ.ડી.સી ને જોડાતા પ્રતિન ચોકડીથી થઈને જવાતા રસ્તા પર એક બ્રિજ આવેલ છે. આ બ્રિજ પર એન્ગલો લગાવવામાં આવી હતી. આજ રોજ ૧૨ વાગ્યાના અરસામાં એન્ગલો તૂટીને મેઈન રોડ પર પડી જતા ઘણો સમય સુધી ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઇ હતી. જો કે નોટીફાઈડ એરિયાના સિક્યુરિટી જવાનોએ અને બીપીએમસી અધિકારીઓએ તરતની કામગીરી કરતા ટ્રાફિક જામ ની સમસ્યા હળવી બની હતી. સાથે એન્ગલો પણ હટાવવામાં આવ્યા હતા.

અંકલેશ્વર ઔધોગિક વિકાસ પામેલ વિસ્તાર છે એટલું જ નહી પરંતુ અંકલેશ્વર નગર અને આજુબાજુના વિસ્તારોમાં અને ખાસ કરીને નોતિફાઈડ જી.આઈ.ડી.સી વિસ્તારમાં સતત વાહબ્નોની અવરજવર રહેતી હોય છે. આવા વિસ્તારોમાં ટ્રાફિક જામના પગલે અનેક સમસ્યાઓ સર્જાય છે.