અંકલેશ્વર જીઆઈડીસીં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે એઆઈએ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – 2018નું આયોજન કરવામાં આવનાર છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા સહયોગી સંસ્થાઓનાં સહયોગ થી સાતમાં એઆઇએ મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવનાર છે. તારીખ 9 થી 11 જાન્યુઆરી દરમિયાન આ એક્ઝિબિશન યોજાનર છે,જેમાં રાજ્યભર માંથી 300 જેટલા નાનામોટા ઉદ્યોગો મળીને પોતાના સ્ટોલ ધ્વારા ઉત્પાદન થતી મશીનરી, પ્રોડક્ટ સહિતની ચીજવસ્તુઓ અંગેની માહિતી મુલાકાતીઓને આપશે.

ત્રિદિવસીય આ મેગા એક્ઝિબિશનની રાજ્યભર માંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેશે તેવી આશા છે.

આ અંગે માહિતી આપતા એક્સ્પોનાં પ્રોજેક્ટ ચેરમેન પ્રવીણ તેરૈયાએ જણાવ્યુ હતુ કે ઉદ્યોગ મંડળ દ્વારા સાતમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ઉદ્યોગો દ્વારા મશીનરી અને પ્રોડક્ટ અંગેની માહિતી આપવામાં આવનાર છે.