Proud of Gujarat
FeaturedGujaratINDIALifestyleUncategorized

અંકલેશ્વરમાં સાતમો AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન રાજ્યના સહકાર અને વાહન  મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખુલ્લું મુકાયું

Share

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર જીઆઇડીસીનાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે AIA ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પો – ૨૦૧૮ નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન આજે એટલે કે તારીખ ૯ મી નાં રોજ સવારે ૧૦ કલાકે રાજ્ય સરકારના,માનનીય – સહકાર, રમત-ગમત અને સાંસ્કૃતિક બાબતો થા વાહન વ્યવહારનાં મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ એક્ઝીબીશનમાં સરકારી ક્ષેત્રની એમ.એસ.એમ.ઈ, એન.એસ.આઈ.સી, ઇન્ડિયન રેલ્વે, ઇન્સ્ટીટ્યુટઓફ પ્લાઝમા રીસર્ચ, જી.એ.સી.એલ, હેવી વોટર પ્લાન્ટ – ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી સહીત ફાર્માસ્યુટિકલ, કેમિકલ્સ, પેટ્રોકેમીકલ્સ, પોલીમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટીસાઈડસ, ઓઈલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકાવિપમેન્ટસ, પોલ્યુશન કંટ્રોલ ઇકાવિપમેન્ટસ, ઇલેકટીરકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમેશન એન્ડ ઇન્સટુમેશન, પાવર એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિવિધ ઉદ્યોગોએ ભાગ લીધેલ છે,
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને  સહયોગી સંસ્થાઓ દ્વારા  સાતમાં AIA મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે.આ ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્પો ને  રાજ્યના સહરકાર, રમતગમત, ખેલ, કલા અને વાહન વ્યવહાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ,ના હસ્તે ઉદઘાટન કરવામાંઆવ્યું હતું  અંદાજીત 1.20000  સ્કે.ફુટ લેન્ડ સ્કેપની જગ્યામાં આજથી  થી 11 જાન્યુઆરી દરમિયાન આ એક્ઝિબિશન યોજાશે  રાજ્યભર માંથી 300 જેટલા નાના-મોટા ઉદ્યોગો મળીને પોતાના સ્ટોલ થકી ઉત્પાદન થતી મશીનરી, પ્રોડક્ટ સહિતની સાધન સામગ્રીઓ અંગેની માહિતી મુલાકાતીઓને લેશે. ત્રિદિવસીય આ મેગા એક્ઝિબિશનની રાજ્યભર માંથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ મુલાકાત લેશે. આ વખતે રાજ્ય અને કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગ એવા ઇન્ડિયન રેલ્વે, ઇન્ડસ્ટ્રીયલ ઓફ પ્લાઝમા રિસર્ચ સેન્ટર, હેવી વોટર પ્લાન્ટ ઓફ એટોમિક એનર્જી, ડિપાર્ટમેન્ટ, જી.એ.સી.એલ પણ પોતાના સ્ટોલ ઉભા કરી એક્ષ્પોમાં ભાગ લઇ રહી છે.  ઉદ્યોગ મંડળ દ્વારા સાતમાં મેગા ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં વિવિધ ઉદ્યોગો દ્વારા મશીનરી અને પ્રોડક્ટ અંગેની માહિતી આપવામાં આવશે.આ પ્રંસગે  ચીફ એન્જીનીયર જીઆઈડીસી ગાંધીનગર વી.સી.વારલી, તેમજ સી.ઈ.ઓ. ગુજરાત ગેસ નીતિન પાટીલ સહીત ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.
યોગી પટેલ

Share

Related posts

અંકલેશ્વર ઇનર વ્હીલ કલબનાં હોદ્દેદારોએ ઘરડા ઘર ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી…

ProudOfGujarat

શેરડી પકવતા ખેડૂતોને સૌથી વધુ લાભ મળે તે માટે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, વટારીયા દ્વારા આશાસ્પદ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

ProudOfGujarat

રાજપીપળા : મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી તા.૫/૦૧/૨૦૨૦ નારોજ રવિવારના દિવસે નર્મદા જિલ્લામાં તમામ મતદાન મથકોમાં યોજાશે.

ProudOfGujarat
error: Content is protected !!