Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી. માથી રુ.6650/-કોપર વાયર સાથે 3 ઝડપાયા..

Share

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ રુ. 6650/-ના 19 કિલો કોપર વાયરનાં જથ્થા સાથે 3ને ઝડપી પાડયા હતા.

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ નો કાફલો રાત્રી પેટ્રોલિંગ હતો તે દરમ્યાન બાતમી મળી હતી કે તાંબાનાં વાયરનો જથ્થો વેચવા 3 ઈસમો બાઈક પર ફરી રહ્યા છે. જેનાં આધારે પોલીસ કાફલો જીઆઇડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી ખાતે વોચ ગોઠવાયો હતો ત્યારે બાતમી મુજબની બાઈક દેખાતા બાઈક રોકીને પોલીસે તપાસ કરતા એક કોથળામાં કોપર વાયરનો 19 કિગ્રા જથ્થો મળી આવ્યો હતો.

Advertisement

જે અંગેના જરૂરી આધારપુરાવા માંગતા બંને રજુ કરી શક્યા નહોતા.જે આધારે પોલીસે એક હોન્ડા સાઈન તેમજ એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ બાઈક કિ.રુ 52 હજાર તેમજ 6650 રૂપિયાનો કોપરનો જથ્થો મળી કુલ 58,650 રૂપિયાના મુદ્દામાલ સાથે અલ્પેશ ધીરજ વસાવા, વિકાસ દલસુખ વસાવા, તેમજ દિપક કેસુર વસાવા, તમામ રહે .પણસોલી,તા. વાલિયાની ધરપકડ કરી હતી અને જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે વધુ તપાસ હાથ કરી છે.


Share

Related posts

ઝઘડીયાના માલીપીપર ગામે સિલિકા પ્લાન્ટના સિક્યુરિટી ગાર્ડ પર બે ઇસમોનો હુમલો.

ProudOfGujarat

SOU ખાતે દેશના રાજ્યોના રમત-ગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ ‘રાષ્ટ્રીય પરિષદ’ મા સહભાગી થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ.

ProudOfGujarat

લીંબડીની લોક ઉપયોગી કચેરીઓ તેમજ પોલીસ સ્ટેશનનાં પટાંગણમાં વરસાદી પાણી ભરાયા.

ProudOfGujarat
error: Content is protected !!