Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર ૮ પાસે આવેલ વાલીયા ચોકડી પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Share

અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસે આજ રોજ બપોરના ૨ થી ૩ નાં ગાળા દરમ્યાન અંકલેશ્વરથી વાલિયા તરફ જતા અને વાલિયાથી અંકલેશ્વર સીટી તરફ જતા રોડ પર બંને તરફ ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી. આ વાહનની કતારો ૧ થી ૨ કિલોમીટર જેટલી લાંબી હતી. આ ટ્રાફિક જામ સર્જાવાની પાછળ વાલિયા ચોકડી પર આવેલ બ્રિજની નીચે ટ્રાફિક જવાનો અને બીટીઈટી નાં સ્ટાફના અભાવને કારણે અને સ્થળ પર હાજર ન હોવાથી ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો.

ટ્રાફિકના સ્ટાફના અભાવને કારણે એક કલાક સુધી ટ્રાફિકમાં ફસાઈ જવાથી વાહન ચાલકોએ જાતે જ ટ્રાફિક હટાવીને પોતાના વાહન કાઢી લીધા હતા. આ સમયે ટ્રાફિક સ્ટાફ અને બીટીઈટીનો સ્ટાફ સ્થળ પર ન હોવાથી વાહન ચાલકો અંદરો અંદર એક બીજા સાથે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા વોર્ડ નંબર 15 માં પહોંચી

ProudOfGujarat

શું ગુજરાત રાજ્યમાં કોરોનાની ચોથી લહેર શરૂ થઇ ગઈ છે?

ProudOfGujarat

EVM નું શીલ ખૂલેલું જોતા કોંગ્રેસના ઉમેદવાર દ્વારા આપઘાતનો પ્રયાસ કરાયો.

ProudOfGujarat
error: Content is protected !!