Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભડકોદ્રા રોડ પરથી દારૂ ભરેલ રીક્ષા ઝડપાઈ

Share

અંકલેશ્વરનાં ભડકોદ્રા પાસેથી રૂપિયા દશ હજાર ઉપરાંતના વિદેશી દારૂ ભરી રીક્ષા ઝડપાઈ જવા પામી હતી પરંતુ ચાલક ફરાર થઇ જવા પામ્યો હતો.

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન ભડકોદ્રા પાસેથી ગામમાં જવાના રોડ પરથી શંકાસ્પદ હાલતમાં રીક્ષા જણાતા તેની તપાસ હાથ ધરી હતી. તપાસમાં રીક્ષા નંબર જીજે ૧૬ એટી ૮૦૮૦ માંથી ૧૮૦ એમ.એલની ૧૦૮ નંગ દારૂની બોટલો મળી આવી હતી.

Advertisement

પોલીસે રૂપિયા ૧૦,૮૦૦ ની કિંમતનો દારૂ તેમજ રૂપિયા ૮૦,૦૦૦/- ની રીક્ષા મળી કુલ રૂપિયા ૯૦,૮૦૦/- નાં મુદ્દામાલ જપ્ત કરી રીક્ષાચાલકની શોધ આદરી છે. જેના પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આગળની તપાસ પી.એસ.આઈ જે.કે ડાંગર ચલાવી રહ્યા છે.


Share

Related posts

પોલીસ મદદે : તાપી પોલીસ દ્વારા કોરોના નિયમો અને વેક્સિનેશન અંગે જાગરૂકતા અભિયાન : પોલીસ બેનરો સાથે રોડ પર ઠેર-ઠેર પહેલની પ્રશંસા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા વર્ષના પ્રથમ દિવસથી નિવેદનના માધ્યમ દ્વારા ફટાફટ કરી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પર જોહુકમીનો આક્ષેપ કર્યો હતો.

ProudOfGujarat

નર્મદા : ગ્રામજનોનાં સ્વાગતથી કોરોનાને મ્હાત આપી ઘરે પહોંચેલી યુવતીની આંખો છલકાઈ.

ProudOfGujarat
error: Content is protected !!