Proud of Gujarat
EducationGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં લોકશાહી ઢબે હેડબોય – હેડગર્લ ની ચૂંટણી યોજાઇ

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારે લોકશાહી પદ્ધતિથી હેડબોય, હેડગર્લ, પ્રિફેક્ટ અને હાઉસની ચૂંટણી યોજાઇ હતી, સ્કૂલના વિધાર્થીઓમાં નેતાગીરીનાં ગુણ ખીલે, મતદાન પ્રક્રિયાથી તેઓ માહિતગાર થાય અને મતદાન અંગે જાગૃત બને એ હેતુથી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે બેલેટ પેપરથી ચૂંટણી યોજાય હતી. જેમાં વિધાર્થીઓએ હેડબોય, હેડગર્લ, આસિસ્તેંટ હેડગર્લ, પ્રિફેક્ટ અને હાઉસના ઉમેદવારોને છૂટી કાઢ્યા હતાં.
આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈન્સ્ટોલેશન સેરેમની આજ રોજ શાળાના પ્રાટંગણમાં યોજાય હતી જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જશુબેન પઢિયાર, અગ્રણી ધીરેનભાઈ જોગીદાસ સંસ્થાના પ્રમુખ નાજુભાઈ ફાડવાલા, લતીફભાઈ શેખ અને ઝાહિદ ફાડવાલા સહિત શાળાના આચાર્ય, શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Advertisement

Share

Related posts

જુવો કેવી રીતે કર્યું કોંગ્રેસે એ મોદીને વેલેન્ટાઈન ડે વિશ

ProudOfGujarat

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશુરા પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ગુજરાત વિધાનસભામાં રાષ્ટ્રપતિના વરદ હસ્તે ગુજરાત વિધાનસભામાં ‘રાષ્ટ્રીય ઈ- વિધાન એપ્લિકેશન’- NeVA નું ઉદઘાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!