Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શ્રીજીવીલા રેસિડેન્સીમાં ચોર ત્રાટક્યાં.

Share

અંકલેશ્વર શહેરમાં શ્રીજીવીલા રેસિડેન્સી આદિત્ય નગર ભડકોદ્રાના મકાન નં. સી-61 માં રાજેશકુમાર જગતનારાયણ પાઠકના ઘરે તા.08/09/19 ના રોજ તાળું તોડીને તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો. જેમાં સોનાનો માંગ ચાંદલો, સોનાની ચેન, સોનાની બંગડી વિગેરે જણસો સહિત તિજોરીમાં મૂકેલા રૂ. 45,400 મળી કુલ રૂ.3,66,900/- નું લૂંટ કરી ખળભળાટ મચાવી દીધો છે.
બનાવની વિગત અનુસાર તા.08/09/19 ના રોજ 3 થી 9 કલાક દરમ્યાન લૂંટારાઓ મકાનનું તાળું તોડી ચોરી કરી જતાં આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વળી, પોલીસ માટે પણ આ ધટના પડકારરૂપ બની છે અને ચોરો બેફામ બની સમીસાંજ જેવાં સમયે બિન્દાસ્તપણે ચોરી કરી જાય તે ધટના અંકલેશ્વર પોલીસ માટે ચિંતાનો વિષય બની ગયો છે. ધટના અંગેની ફરિયાદ રાજેશકુમાર જગતનારાયણ પાઠકે કરતાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામા ભારે ધામધુમ અને શ્રધ્ધાપુવર્ક હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

ProudOfGujarat

ભરૂચ : વાગરાના પાંચ ગામમાં ધારાસભ્ય અરુણસિંહ રાણાએ 3000 આયુષમાન કાર્ડ અર્પણ કર્યા.

ProudOfGujarat

વડોદરામાં ઓપી રોડ પર મંદિર તોડી નાંખતા કોંગ્રેસ પક્ષે રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!