Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબલ ટેકનોલોજી આધરિત પ્રોગ્રામનુ અનાવરણ કરાયું

Share

તા. ૩૧/૮/૨૦૨૩ ના રોજ યુનાઇટેડ નેશન ગ્લોબલ ઇમ્પેક્ટ નેટવર્ક ઓફ ઇન્ડીયાના એકઝીક્યુટીવ ડીરેક્ટર રત્નેશ દ્વારા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એન્વાયરોમેન્ટલ ક્મ્પલાઇયન્સ અને સસ્ટેનેબીલીટી પ્રોગ્રામનુ અનાવરણ કરવામા આવ્યુ હતુ. આ પ્રોગ્રામ ઉદ્યોગોમા કામ કરતા કર્મચારીઓ કે જે એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબીલીટીનુ ધ્યાન રાખતા હોય છે તેઓ માટે ખાસ કરીને તૈયાર કરવામા આવેલ છે.

આ શુભ પ્રસંગે મ્રુત્યુન્જય ચોબે – ઉપપ્રમુખ (એન્વાયરોમેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમીટેડ ), બીઈઆઇએલ કમ્પીનીના સીઇઓ અને સંસ્થાના ટ્રસ્ટીશ્રી બી.ડી.દલવાડી, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો.શ્રીકાંત જે વાઘ, યુનિવર્સિટીના પદાધિકારીઓ , એન્વાયરોમેન્ટલ સાયન્સ અને ટેકનોલોજી વિભાગના અધ્યાપક ગણ, કર્મચારી ગણ અને વિદ્યાર્થી મિત્રો હાજર રહ્યા હતા.

યુનાઇટેડ નેશન ગ્લોબલ ઇમ્પેક્ટ નેટવર્ક ઓફ ઇન્ડીયાના એકઝીક્યુટીવ ડીરેક્ટર રત્નેશ અને મ્રુત્યુન્જય ચોબે – ઉપપ્રમુખ (એન્વાયરોમેન્ટ અને સસ્ટેનેબીલીટી, યુપીએલ લિમીટેડ ) દ્વારા વિદ્યાર્થી મિત્રોને એન્વાયરોમેન્ટલ અને સસ્ટેનેબીલીટીનુ મહત્વ સમજાવ્યુ હતુ અને આવનાર દિવસોમા આ એરિયામા ઉભી થઇ રહેલી તકો વિશે માહિતગાર કર્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ફૂલની મોસમ ખીલશે, જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ફ્લાવર શો નું આયોજન કરાશે.

ProudOfGujarat

ખેડા : કપડવંજ આતરસુંબા રોડ પર કારમાં આગ લાગતા કાર ચાલકનું મોત નિપજ્યું

ProudOfGujarat

આજે કારતક સુદ – ૧૧ (અગિયારસ) “પ્રબોધિની એકાદશી ” – ” દેવઊઠી અગિયારસ ” તુલસી વિવાહ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!