Proud of Gujarat
Uncategorized

મહેમદાવાદમાં બાઇક સ્લીપ ખાઇ જતાં પાછળ બેઠેલા વ્યક્તિનુ મોત નિપજ્યું

Share

મહેમદાવાદ રોડ પર એકાએક મોટરસાયકલ સ્લીપ ખાઈ જતાં ચાલકને ઈજા પહોંચી છે જ્યારે પાછળ બેઠેલ વ્યક્તિનું મોત નિપજ્યું છે. ખેડા પોલીસ ઘટના સ્થળે જઈ પંચકેસ કરતી હતી તે વખતે મહેમદાવાદ તરફથી આવતા અન્ય એક મોટરસાયકલએ પોલીસ કર્મચારીને અડફેટે લઈ ઈજા પહોંચાડી હતી. આમ આ અકસ્માતમાં એકનું મોત અને બે ને ઇજા થઈ છે.

ખેડા વણઝારાવાસમાં રહેતા શ્રવણભાઈ ભીખાભાઈ વણઝારા અને તેમનો ભાઈ ખીમાભાઈ વણઝારા ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને ખેડા મહેમદાબાદ રોડ પરથી પસાર થતા હતા. તે વખતે સામે કોઈ મોટું વાહન આવતા બાઈક ચાલક શ્રવણ ગભરાઈ જતાં પોતાના બાઈક પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બાઈક સ્લીપ ખાઈ જતાં બંને ભાઈઓ રોડ પર પડ્યા હતા. ખીમાભાઈ ભીખાભાઈ વણઝારાને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે શ્રવણભાઈને ઈજા થઈ હતી આ બનાવની જાણ ખેડા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે આવી હતી. અને પોલીસ કર્મચાર બનાવનું પંચ કેસની વિધી કરતી હતી તે વખતે મહેમદાબાદ તરફથી આવતા એક વાહને પોલીસ કર્મચારીને અડફેટે લેતા તેમને પણ ઈજા થઈ હતી. આ બનાવ અંગે ખેડા પોલીસે રમણભાઈ અમરાભાઇ વણઝારાની ફરિયાદના આધારે બાઈક ચાલક શ્રવણ ભીખાભાઈ વણઝારા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ડેડીયાપાડાના કંકાલા ગામ પાસે કાર ભરેલું કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ચાલકને ઇજા પહોંચી હતી.

ProudOfGujarat

છત્રપતિ શિવાજી મહારાજ ની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ માં ભવ્ય શોભા યાત્રા અને બાઇક રેલી કાઢવામાં આવી હતી

ProudOfGujarat

ભરૂચમાં ઇન્ટિરિયર  ડિઝાઇનનો કોર્સ ચલાવતી સંસ્થા સ્ફુર્ણા ડિઝાઇન સ્કુલ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન ખાતે એક્ઝીબીશનનુ આયોજન કરાયુ……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!