Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના સેલિબ્રેશન હોલ ખાતે એ ડિવિઝન પોલીસ દ્વારા લોક દરબાર યોજાયો.

Share

આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબ તથા અંકલેશ્વર એ ડિવિઝન પીઆઇ વાળા સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો, જેમાં અંકલેશ્વર શહેર ને લાગતા વળગતા પ્રશ્નો વિષે ચર્ચા થઇ જેમાં મુખ્યત્વે ટ્રાફિક તથા રોડ રસ્તાઓ મુદ્દે ચર્ચા થઇ હતી, જે પ્રસંગે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી અને અંકલેશ્વર શહેર શાંતિ સમિતિના સભ્ય વસીમ ફડવાલા દ્વારા પિરામણ ગામથી લઇ જીનવાળા સ્કૂલ તથા અંકલેશ્વર શહેરમાં સમાવિષ્ટ તમામ માર્ગો જેમની હાલત કફોડી છે એવા તમામ માર્ગોને લીધે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે તો જે તે વિભાગમાં લાગતા રોડ વિષે તે વિભાગના અધિકારી જોડે સંકલન કરી વહેલી તકે નિવારણ લાવવા સૂચનો કર્યા હતા, આ પ્રસંગે જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફડવાલા, ભાજપ શહેર પ્રમુખ નરેન્દ્ર પટેલ, જીગ્નેશ અંદડીયા, નજમુદ્દીન શેખ, પાલિકા સભ્યો પૈકી કિંજલ ચૌહાણ, બખ્તિયાર પટેલ, રફીક ઝગડિયાવાળા, આમિર મુલ્લા, જનક શાહ, જીતુ પટેલ, હરીશ પુષ્કરના વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વાંકલમાં ભાજપની સંગઠાત્મક બેઠક: સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે એકજૂથ થઈ જીતનો સંકલ્પ

ProudOfGujarat

નવરાત્રી-દિવાળીમાં લોન્ચ થનારા 100 પ્રોજેક્ટ પર પૂર્ણવિરામ, અમદાવાદમાં રિઅલ એસ્ટેટને 1 મહિનામાં 5000 કરોડનું નુકસાન

ProudOfGujarat

નડિયાદ : શ્રી ગુરુ નાનક દેવજી મહારાજનો ૫૫૩ માં પ્રકાશ ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!