Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક વેપારીની કારના કાચ તોડી લાખોની મત્તા ભરેલ બેગ લઈ અજાણ્યા ઈસમો ફરાર થતા ચકચાર

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આજે બપોરના સમયે પ્રતિન ચોકડી વિસ્તારમાં લૂંટ જેવી ઘટનાને અંજામ આપી અજાણ્યા ઈસમો ફરાર થતા ભારે ખળભળાટ મચ્યો હતો, જાણવા મળતી માહિતી મુજબ કોઈક અજાણ્યા બાઈક સવાર ઈસમોએ પાર્કિંગમાં ઉભેલી કારના કાચ તોડી અંદર રહેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા.

ઘટના અંગેની જાણ ગાડીના માલિકને થતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ મામલા અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી, જે બાદ પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી જઈ ઘટનાને અંજામ આપનારા તત્વોનું પગેરું શોધવાની કવાયત હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર ધોળે દિવસે સતત લોકોથી ધમધમતા વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, વધુમાં નજીકમાં જ થોડા અંતરે પોલીસ ચોકી આવેલ હોય બેખોફ અને બિન્દાસ બનેલા ગુનેગારી તત્વોએ પોલીસને પણ પડકાર ફેંક્યો છે, કહેવાય રહ્યું છે કે સમગ્ર ઘટનામાં વેપારીના અંદાજીત 3 લાખથી વધુની રકમની લૂંટ થઈ છે.

Advertisement

Share

Related posts

કડવી વાસ્તવિકતા “નળ છે પણ જળ નથી” નેત્રંગ તાલુકાના શણકોઈ ગામમાં પાણીનો પ્રશ્ન ગંભીર બન્યો

ProudOfGujarat

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે આદિવાસી યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર.

ProudOfGujarat

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!