Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાયસીંગપુરા ગામે આદિવાસી યુવકે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરતા ચકચાર.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના હરીપુરા ગામ પાસે ત્રણ દિવસ અગાઉ ઓરિસ્સા પોલીસના ૪૩ જેટલા જવાનોને લઇને જતી એક લક્ઝરી બસને આંતરીને તેના ડ્રાઇવર તથા કંડકટરને લૂંટીને રોકડ રકમ સહિત રુ. ૩૨,૫૦૦ નો મુદ્દામાલ લઈને એક ઇકો ગાડીમાં આવેલ કેટલાક ઇસમો ફરાર થઈ ગયા હોવા બાબતે ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવા પામી હતી. આ કથિત બસ લુંટની ઘટનામાં બસ ચાલકે પાંચ ઇસમો વિરુદ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ પાંચ ઇસમોમાં રાયસીંગપુરા ગામના ગુલાબભાઈ વસાવાના છોકરા આકાશ વસાવાનું નામ પણ હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. દરમિયાન પરમદિવસે સાંજના સાડા છ વાગ્યાના અરસામાં આકાશ તેના દાદા ભુલાભાઈ પાસે આવ્યો હતો, અને કહ્યું હતું કે આપણા ગામના નગીન માધીયા વસાવા, શના ભાવસિંગ વસાવા, વાસુદેવ સવાભાઈ વસાવા, ગણેશ બચુ વસાવા તથા પ્રકાશભાઇ દેસાઈએ મને ધમકી આપેલ છે, અને લક્ઝરી બસવાળા ઝઘડામાં મારૂ ખોટું નામ દાખલ કરેલ છે. તેમજ પોલીસવાળા સાદા ડ્રેસમાં આવી ધમકી આપી મારી પાસે પૈસાની માંગણી કરી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપે છે. જેથી ભુલાભાઈએ આકાશને સમજાવેલ કે આપણે હિંમત હારીને ખોટા પગલા ભરવાના નથી. ત્યારબાદ આકાશ ઘરેથી કામ છે, તેમ કહી જતો રહ્યો હતો. રાત્રિના આઠ વાગ્યા સુધી આકાશ ઘરે નહીં આવતા તેના દાદા ભુલાભાઈને લાગેલ કે તેમનો પૌત્ર તેને અપાયેલ માનસિક દબાણના કારણે ઘરે આવ્યો નહિ હોય. ભુલાભાઈએ તેમના પરિવારજનોને આકાશને ગામના ઈસમો દ્વારા અપાયેલ કથિત ધમકી બાબતે જણાવેલ. આકાશ ઘરે નહીં આવતા પરિવારજનો આકાશને શોધવા નીકળ્યા હતા. દરમિયાન રાતના સવા આઠ વાગ્યાના અરસામાં ખાડી કિનારે આવેલ કોઠીના ઝાડ ઉપર આકાશનો કમર પટ્ટા વડે ગળો ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહ જણાયો હતો. આકાશે માનસિક દબાણના કારણે આપઘાત કરેલ હોય તેમ લાગતા તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી મૃતદેહનો કબજો લઇને પીએમ માટે સરકારી દવાખાને મોકલ્યો હતો.

આ બનાવને પગલે મૃત યુવકના પરિવારજનોએ ઉમલ્લા પોલીસ મથકે હલ્લો બોલાવ્યો હતો અને પોલીસ ફરિયાદ નહિ લે ત્યાં સુધી મૃતદેહ નહિ ઉઠાવીએ એમ જણાવતા પોલીસે સાંજના ચાર વાગ્યે ફરિયાદ નોંધી હતી. ઘટના સંદર્ભે આકાશના દાદા ભુલાભાઈ ગોવિંદભાઈ વસાવાએ તેમના પૌત્ર આકાશે ગામના પાંચ જેટલા ઈસમોના માનસિક દબાણ તથા માર મારવાની ધમકી આપી મોત લાવવા સુધીનું દુષ્પ્રેરણ કર્યું હોવાની વાત સાથે ઉમલ્લા પોલીસ મથકમાં પ્રકાશભાઈ દેસાઈભાઈ દેસાઈ ઉપપ્રમુખ ઝઘડિયા તાલુકા પંચાયત, નગીન માધીયાભાઇ વસાવા, સના ભાવસિંગભાઈ વસાવા, ગણેશ બચુભાઈ વસાવા તેમજ વાસુદેવ સવાભાઈ વસાવા તમામ રહે. ગામ રાયસીંગપુરા, તા.ઝઘડિયાના વિરુધ્ધ ઉમલ્લા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

Advertisement

Share

Related posts

ઉમલ્લા ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર રોંગસાઇડે જતા વાહનોની સમસ્યા રોંગસાઇડે જતા વાહનો અકસ્માતો સર્જતા હોવ‍ાની ચર્ચા.

ProudOfGujarat

નડિયાદ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ‘સાંસદ ખેલ સ્પર્ધા’ નો સમાપન સમારંભ યોજાયો.

ProudOfGujarat

ગોધરા : પ્રભારી સચિવશ્રી રાજેશ માંજુના હસ્તે તાજપુરા ખાતે ૧૦૦ બેડનો નવીન કોવિડ વોર્ડ ખુલ્લો મુકાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!