Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં ખુલ્લામાં જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પો.સ્ટે. વિસ્તારના શ્રીજી કોરો કેર ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સામે ખુલ્લામાં જુગાર રમતા છ આરોપીઓને ભરૂચ ક્રાઈમ બ્રાંચની ટિમ એ ઝડપી પાડયા છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચની ટીમ ગતરાત્રીના પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.સ.ઇ આર.કે.ટોરાણીને બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં ધીરજ કેન ચોકડી નજીક આવેલ શ્રીજી કોરો કેર ઇન્ડસ્ટ્રીઝ કંપનીની સામે ટોર્ચના અજવાળે ખુલ્લામાં પાથરણું પાથરી કેટલાક શખ્સો પત્તા પાનાં વડે હારજીતનો જુગાર રમે છે જે ચોક્કસ બાતમીના આધારે પો.સ.ઇ આર.કે.ટોરાણીની ટિમ સાથે દરોડો પાડતા આરોપીઓ (1) જયેશ પ્રકાશ વસાવા (2) હેમંત ઠાકોર પરમાર (3) હિમાંશુ ઠાકોરભાઈ સોની (4) સંજય રમસિંગ તડવી (5) જીતેન્દ્ર રવિન્દ્રકુમાર ગૌતમ (6) સુખરામ રામેશ્વર પ્રસાદ રાવત નાઓને ઝડપી લઈ કુલ રૂ. 25,830 ના મુદ્દામાલ સાથે આરોપીઓને કબ્જે કરી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા અને વિજયસિંહ પટેલની સ્ફોટક રજુઆત…

ProudOfGujarat

ભરૂચના દિલ્હી એક્સપ્રેસ વે પરથી રૂપિયા 20 લાખથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ શખ્સને ઝડપી પાડતી તાલુકા પોલીસ*

ProudOfGujarat

સેવાશ્રમ હોસ્પિટલ નજીકનું ટોયલેટ બ્લોક બૌડા દ્વારા તોડી નંખાયું. ડિમોલિશન અંગે કાયદાના દાવપેચ ખેલાયા.દીવાલો અંગે મનાય હુકુમ લાવતી સેવાશ્રમ હોસ્પિટલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!