Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર – પાનોલીના ઉદ્યોગોના માથે તોળાતું સંકટ : નર્મદા ક્લિન ટેકને 30 દિનની સમય મર્યાદા હેઠળની ક્લોઝર નોટીસ ફટકારતું જીપીસીબી.

Share

છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલનું પ્રકાશમાં આવ્યું હતું. સમગ્ર વિશ્વની સૌથી મોટી જીઆઈડીસી ભરૂચ સ્થિત અંકલેશ્વર ખાતે આવેલી છે અંકલેશ્વર પાનોલીના ઉધોગોના દૂષિત પાણીનું વહન કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ GPCB દ્વારા ક્લોઝર નોટીસ ફટકારાતા ઉધોગ આલમમાં ચકચાર મચી ગયો છે. ક્લોઝર નોટીસ 30 દિવસ પછી અસરકારક રહેશે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં હજારોની સંખ્યામાં કેમિકલ કંપનીઓ સહિત ઉધોગો અને કારખાનાઓ આવેલા છે ઉધોગોમાંથી સમયાંતરે એક યા તો બીજા સ્વરૂપમાં દૂષિત અથવા કેમિકલ યુક્ત પાણી નીકળતું હોઈ છે જેને NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે સીધું દરિયામાં વહન કરી દેવામાં આવે છે. ત્યારે ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જે બાબતે જાગૃત નાગરિકો અને પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા અવારનવાર સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી જણાવામાં આવ્યું છે.

જેથી છેલ્લે ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ GPCB ને સ્થળ તપાસની ફરજ પડી હતી. જો એનસીટીનું દિન 30 માં રીવૉકેશન ન થાય તો અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને માસ ક્લોઝરની સંભાવનાને નકારી શકાય તેમ નથી. અંકલેશ્વર GPCB એ સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને ત્વરિત ગાંધીનગર વડી કચેરીને જાણ કરી હતી જે બાદ નર્મદા ક્લીન ટેક કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે. જીપીસીબીની એનસીટીને નોટીસથી ઉધોગ આલમમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. કેટલાક પ્રદુષણ કરતા ઉદ્યોગોના પાપે એસ્ટેટે ભોગવવું પડી રહ્યું હોવાનો કેટલાકનો મત છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

સુરત: રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા સુરત કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા: ચોરની અટક ‘મોદી’ કેમ હોય છેના નિવેદન બાદ થયો હતો કેસ

ProudOfGujarat

ગેરકાયદેસર ઊંચા વ્યાજ દરે નાણા ધિરાણ કરતા સરકારી કર્મચારી વિરુદ્ધ ગુનો દાખલ કરતી એસ. ઓ. જી ભરૂચ

ProudOfGujarat

કરજણ તાલુકાનાં બોડકા ગામ તરફ જઈ રહેલી બાઇક અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!