Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : દઢાલ અમરાવતી નદી પરનો પુલ બંધ થતાં અન્ય રસ્તાની વ્યવસ્થા કરી આપવા ગ્રામજનોએ આવેદન પાઠવી રજૂઆત કરી.

Share

અંકલેશ્વર રાજપીપળને જોડતા માર્ગ પર આવેલ દઢાલ અમરાવતી નદી પર બનેલો પુલ વર્ષોથી જરૂયાત હોવાને કારણે હાલ નવનિર્મિત કરવાનું કામ સરકાર દ્વારા લેવામાં આવ્યું છે પરંતુ તેની આસપાસના વિસ્તારના ગામોને અવરજવર માટે સમસ્યાઓનો સામનો કરવો પડે તેમ છે તેઓ રોજબરોજ અપડાઉન કરતાં હોવાથી તેમણે હાલાકી થઈ રહી છે ત્યારે આસપાસના ગ્રામજનોએ અન્ય રસ્તાનું વ્યવસ્થાપન કરી આપવા માટે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

અંકલેશ્વર તાલુકાનાં સરદારપૂરા, અવાદર અને પારડીમોખા ગામના ગામવાસીઓને હાલાકી વેઠવાનો વારો આવે તેમ છે. આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે અંકલેશ્વર રાજપીપળને જોડતો પુલ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને પૂર્વ વિભાગના ગામના ગામો જેવા કે ઝઘડીયા જી.આઈ.ડી.સી.નાં કામ કરતાં કામદારો અને દઢાલના 50-100 ઉપરાંતના બાળકો અંકલેશ્વર ખાતે અભ્યાસ કરવા જાય છે. મજૂરર્ગ તેમજ કિશાન ભાઈઓને હાલતનો સામનો કરવો પડે તેમ છે. વિદ્યાર્થીઓ માટે તથા હોસ્પિટલ જેવા તાત્કાલિક કામો માટે પુલની આસપાસના વિસ્તારમાં અવરજવર માટે માર્ગ બનાવી આપવાની ખાસ વ્યવસ્થાની સુવિધાઓ પૂરી પાડવા માટે ગ્રામજનોની માંગ ઉઠી હતી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી.

ProudOfGujarat

ભારત માટે માઠા સમાચારઃ તાલિબાનીઓના પાપે ડુંગળી અને સૂકા મેવાના ભાવોમાં થશે જંગી વધારો

ProudOfGujarat

રાજપારડી ગામે પ્રોજેક્ટ સામર્થ્ય અંતર્ગત યુવાનો માટે મફત તાલીમ યોજાશે કુલ ૩૩ જેટલા ગામોના યોગ્ય ઉમેદવારો લાભ લઇ શકશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!