Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેરોલ અને ટંકારિયા ગામે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનના ખેડૂતો જેટલું વળતર મેળવવા ખેડૂતોમાં સળવળાટ.

Share

વર્ષ 2013 અને 2018 માં અનુક્રમે એક્સપ્રેસ-વે તેમજ બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ આવતા ફરીથી આ ગામોની જમીન સંપાદન કરવામાં આવી હતી પરંતુ આ ત્રણેય પ્રોજેક્ટમાં જે જમીન સંપાદનમાં લેવાયેલી છે તેના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે. આ સંદર્ભે દેરોલના અગ્રણી અને ભરૂચ જિલ્લા સહકારી ક્ષેત્રમાં મજબુત પકડ ધરાવતા મુબારક પટેલની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંદાજિત 550 પીડિત ખેડૂતો પૈકી 450થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાં હતા. ખેડૂતોને સંબોધતા મુબારક પટેલે લાક્ષણિક શૈલીમાં જણાવ્યું કે, દેશના કિસાનને તેમની જમીનનો યોગ્ય વળતર મળવો જ જોઈએ અને એ હક્ક મેળવવા માટે સંગઠિત થઈને આગળ વધવું પડશે. તો દેરોલના જ અગ્રણી એવા રણજિતસિંહ ડાભીએ ખેડૂતોને હાકલ કરતાં જણાવ્યુંકે, ખેડૂત સંગઠિત નથી એટલે યોગ્ય ન્યાયથી આપણે વંચિત રહ્યાં છે. આજનો ખેડૂત ડરી ગયેલો છે પરંતું સંવિધાને આપણને જે અધિકાર આપ્યા છે તેને કાનુની રીતે મેળવવા આપણે લડવું પડશે. આ મિટિંગ માટે ઝાકીર બંગલાવાલાએ પણ ખુબ જહેમત ઉઠાવી હતી.

તાજેતરમાં જ ભરૂચ, સુરત અને વલસાડના પેન્ડિંગ કેસ માટે મુખ્યમંત્રીએ લવાદની નિમણૂંકનો હુકમ કર્યો હતો અને ઝડપથી કેસનો નિકાલ કરવા હુકમ કર્યો હતો તે મુજબ ઝડપથી લવાદની નિમણૂંક થાય તે સરકાર અને પીડિત ખેડૂતોના હિતમાં રહેશે. એક પછી એક પ્રોજેક્ટનું અમલીકરણ થતું હોવાથી કેટલાંય ખેડૂતો જમીન વિહોણા બન્યા છે તેમાંયે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં નહી આવતા કેટલાંય ખેડૂતો હવે ખેડૂત તરીકે યથાવત રહ્યાં નથી અને તેમની પેઢી ખેડૂતમાંથી મટી ગઈ છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના પ્રોજેક્ટનો સૌથી વધુ ભોગ કિસાનો જ બનતા હોવાથી કેટલાંક સંજોગોમાં એવું બન્યું છેકે, એક જ ખેડૂતની જમીનના ત્રણ ટુકડા થયા છે અને ત્રણેય ટુકડા જુદા જુદા પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવ્યા છે જેમાં ચો.મીટર દીઠ જે ભાવ મળ્યા છે તેમાં ભારે અસમાનતા જોવા મળી છે. 9થી 60 રુપિયા વળતર મેળવનાર ખેડૂતોને ફેક્ટર-1 અને ફેક્ટર-2 મુજબ વળતર મળવું જોઈએ એવું સુપ્રીમ કોર્ટે ઠરાવી દીધું હોવા છતાં સરકાર દ્વારા યોગ્ય વળતર ચુકવવામાં આવ્યું નથી.આ બેઠકમાં વિદ્વાન વકીલ નસીમ કાદરીની ઉપસ્થિતિ આંખે ઉડીને વળગે એવી હતી.

ખેડૂતોની જમીન સંપાદન કાયદા તથા પ્રક્રિયાની માહિતી આપતા મોસ્ટ સિનિયર એડવોકેટ નસીમ કાદરીએ કાનુની સમજ આપતા જણાવ્યું કે, છેલ્લાં બાર વર્ષ કરતાં વધુ સમયથી સતત ગાંધીનગર ખાતે જમીન સંપાદનના કેસનો નિકાલ કરવા માટે તેઓ સતત લેખિત અને મૌખિત રજુઆત કરતા આવ્યા છે પરંતુ હજુ સુધી આર્બિટ્રેટર (લવાદ)ની નિમણૂંક કરવામાં આવી નથી એ કમનસીબી છે. કેટલાંક સંજોગોમાં એવી રીતે જમીનના ટુકડા થયા છે કે, વચ્ચેથી પ્રોજેક્ટ પસાર થઈ રહ્યો છે એટલે કે જમીનના બે કે ત્રણ ટુકડા થયા છે. એક ટુકડામાંથી બીજી ટુકડામાં જવું હોય તો ત્યાં સુધી જવા માટે સત્તાવાર રીતે કોઈ રસ્તો પણ છોડવામાં આવ્યો નથી એમ ખેડૂતોએ જણાવ્યું છે. રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે સંપાદિત થયેલી જમીનના વળતરમાં ખુબ વિસંગતતા હોવાથી ભરૂચ જિલ્લાના ખેડૂતોએ વિરોધનું બ્યૂગર ફુંક્યું છે જે આગામી દિવસમાં આંદોલનમાં પરિણમે એવી સ્થિતિનું સર્જન થયું છે. દેરોલ તેમજ ટંકારિયા મુકામે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં પીડિત ખેડૂતોએ હાજરી પુરાવીને સંગઠિત હોવાનો મેસેજ આપ્યો છે જેને કારણે આગામી દિવસોમાં ભરુચ જિલ્લામાં ખેડૂતોનું આંદોલન આકાર લે તેવી સંભાવના નકારી શકાતી નથી. રેલવેની ફ્રેઈટ કોરીડોર માટે વર્ષ 2009 માં ભરૂચ જિલ્લાના દેરોલ, ટંકારિયા, દેહગામ, કુકરવાડા, ઈખર, દયાદરા, મનુબર, ત્રાલસા, ત્રાલસી, દોરા, પીપલીયા, પરિએજ, વાંતરસા, થામ, મહુધલા ગામની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી હતી અને તે સમયે ચો.મીટર દીઠ માત્ર 9 થી 60 રૂપિયા વળતર ચુકવવામાં આવ્યું હતું.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા દ્વારા પાણી તેમજ વીજ પુરવઠો બંધ રખાશે

ProudOfGujarat

આજે કારતક સુદ – ૧૧ (અગિયારસ) “પ્રબોધિની એકાદશી ” – ” દેવઊઠી અગિયારસ ” તુલસી વિવાહ

ProudOfGujarat

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!