Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ગીજરમ ગામે કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડીથી મળી.

Share

માંગરોળ તાલુકાના ગીજરમ ગામે પશુ ચરાવવા ગયેલા અને પગ લપસી જતા કીમ નદીમાં તણાઈ ગયેલા યુવકની લાશ જૂની કોસાડી ગામ નજીક નદીમાંથી જવાનોની ટીમને મળી આવી હતી.

ગીજરમ ગામે રહેતો અનિશભાઈ શંકરભાઈ વસાવા ઉંમર વર્ષ 30 પશુ ચરાવવા માટે ગયો હતો આ સમયે તેનો પગ કીમ નદીમાં લપસી જતા નદીના પૂરમાં આ યુવક તણાઈ ગયો હતો. આ ઘટના અંગે ભાવેશભાઈ સુરેશભાઈ વસાવા દ્વારા પોતાનો મોટો ભાઈ નદીમાં તણાઈ ગયા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેથી સવારે માંડવીથી આ લાશની શોધખોળ કરવા માટે જવાનોની ટીમ આવી પહોંચી હતી. ગીજરમ ગામથી કીમ નદીમાં શોધખોળ કરતા જૂની કોસાડી ગામ નજીક નદીમાંથી ટીમને યુવકની લાશ મળી આવી હતી.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

આધુનિક સમયમાં નિ:સહાય વૃદ્ધોનો સહારો બનતી વડોદરાની શ્રવણ સેવા સંસ્થા.

ProudOfGujarat

ગોધરાનાં લીલેસરા ખાતે આવેલા એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ…

ProudOfGujarat

IGBC તરફથી ગ્રીન હેલ્થકેર સર્ટિફિકેશન મેળવનાર ગુજરાતની પ્રથમ હોસ્પિટલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!