Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : લુવારા ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

Share

માંગરોળ તાલુકાના લુવારા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી અદાવતમાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનારા ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. આ ચૂંટણી અદાવતમાં સામસામે ફરિયાદ નોંધાઈ ચૂકી છે. લુવારા ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ અને મહિનાઓ વીતી ગયા છતાં ચૂંટણીના વેર ઝેર ભુલાતા નથી લુવારા ગામની જેનફબેન જાવીદભાઈ ખાનજીને સગપણમાં જેઠ ગણાતા જુબેર ઈસ્માઈલ સાજી એ ઘરે આવી જાવીદને હું પતાવી દઈ વિદેશ નાસી જવાનો છું અને તેની કોઈને ખબર પણ નહીં પડે એવું કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આ ધમકી આપવાનું મૂળ કારણ લુવારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ફરિયાદી જેનફબેનના પતિ જાવીદભાઈ એ તેમના કાકા સસરા ઐયુબ સુલેમાન ખાનજીના સમર્થનમાં ચૂંટણી પ્રચાર પ્રસાર કરી મત આપ્યો હતો. ચૂંટણીમાં ઐયુબભાઈ ખાનજીની જીત થઈ હતી જ્યારે જુબેર ઈસ્માઈલ સાજી એ ઈસુફભાઈ અહમદભાઈ ખાનજીને ઉભા રાખ્યા હતા. તેમની હાર થતાં અદાવત રાખી આ ધમકી આપવામાં આવી છે તેમજ તાહિર ઈસ્માઈલ સાજી એ ફરિયાદીના ઘરના પાછળના દરવાજા તરફ ઊભા રહી જોર જોરથી બોલી ઝઘડો કરવા માટે લલકારતા હતા તેમજ ફરિયાદીના પતિ જાવીદભાઈ ગાડી લઈને જતા હતા ત્યારે રસ્તા વચ્ચે ચાલતા મોહસીન ઈબ્રાહીમ પાંચભાયાને હોનૅ મારી સાઈડમાં હટવાનું કહેતા તેણે જાવીદભાઈને ગાળો આપી જાનથી મારી નાંખવાની તેમજ જુબેર ઇસ્માઈલ સાજીના કહેવાથી વાલીયા તાલુકાના કોંઢ ગામે રહેતા ઇલ્યાસ તડકી એ જાવેદભાઈને ફોન કરી માર મારવાની અને જાન માલને નુકસાન કરવાની ધમકી આપી હતી. જુબેર ઈસ્માઈલ સાજીની ધમકીઓથી માઠું લાગી જેનફબેને કપડા સાફ કરવાનું બ્લીચિંગ પ્રવાહી જાતે જ પી લીધું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

રાજપીપળા : સ્વામિનારાયણ ગુરુકુલ સ્કુલના વિદ્યાર્થીઓએ ગરીબ બાળકોને દિવાળી નિમિત્તે વિવિધ વસ્તુઓનું વિતરણ કર્યું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ છતાંય તંત્ર દ્વારા કાર્યવાહી નહી.

ProudOfGujarat

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!